The Archies : જયા બચ્ચને ‘ધ આર્ચીઝ’ ઈવેન્ટમાં પાપારાઝી પર પાડી બૂમો, આ વખતે કહ્યું કે-
ગઈકાલે સાંજે મુંબઈમાં આયોજિત ધ આર્ચીઝના પ્રીમિયર ઈવેન્ટ દરમિયાન જયા બચ્ચન ફરીથી પોતાની સ્ટાઈલમાં જોવા મળી હતી. જ્યાં તે પાપારાઝી પર ગુસ્સે થઈ ગઈ હતી. આ વખતે પણ પાપારાજીને ખીજાતી જોવા મળી હતી.

ગઈકાલે સાંજે મુંબઈમાં ઝોયા અખ્તરની આવનારી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું અને આ ખાસ અવસરમાં ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. બોલિવૂડના સ્ટાર કિડ્સ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ધ આર્ચીઝથી બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સુહાના માટે પહોંચ્યા હતા.
જ્યારે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન તેમજ આરાધ્યા, અગસ્ત્ય નંદાનો સાથ આપવા માટે પહોંચ્યા હતા. ખુશી કપૂરના આ ખાસ પ્રસંગમાં જ્હાન્વી કપૂરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન જયા બચ્ચન પોતાની સ્ટાઈલમાં એટલે કે ગુસ્સા વાળા સ્વભાવમાં જોવા મળી હતી અને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શું છે જયા બચ્ચનનો વીડિયો?
આર્ચીઝ ઈવેન્ટના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આખા બચ્ચન પરિવારને એકસાથે જોઈ શકાય છે. આ જોઈને પાપારાઝી પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને દરેક ક્ષણને કેદ કરવા માંગતા હતા. બચ્ચન તેમજ નંદા પરિવારે પણ એકલા અને પરિવાર સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન જ્યારે જયા બચ્ચનના ફોટા અને વીડિયો ક્લિક થઈ રહ્યા હતા, ત્યારે જયા બચ્ચને પાપારાઝીને કહ્યું- ‘રાડો ના પાડો’. જેનો વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જયા બચ્ચન આવી હકરત પહેલા પણ કરી ચુકી છે.
View this post on Instagram
(Credit Source : Instant Bollywood)
અગસ્ત્ય નંદાનું કેરેક્ટર
અગસ્ત્ય નંદા ફિલ્મ ધ આર્ચીઝમાં આર્ચી એન્ડ્રુઝની ભૂમિકા ભજવી રહ્યો છે. એક મીડિયા સાથેની વાતચીતમાં અગસ્ત્યએ કહ્યું હતું કે, ‘ઝોયા અમારા બધા સાથે ખૂબ ધીરજથી કામ લીધું છે. ફિલ્મમાં મારા પાત્રને ગિટાર વગાડતા અને ગાતા આવડતું હોવું જોઈએ. આ સ્થિતિમાં હું ગિટાર શીખ્યો અને ગાવાનું શીખ્યો. આ બંને ટાસ્ક ખૂબ જ મજાના અનુભવો હતા.
સુહાના- ખુશીનો પણ સાથ મળ્યો
ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રસંગે માત્ર બચ્ચન-નંદા પરિવાર જ નહીં શાહરૂખ ખાન પણ આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. શાહરૂખ, સુહાના, અબરામ, ગૌરી અને આર્યનના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન બહેન ખુશી કપૂર માટે જ્હાન્વી કપૂરે પણ આ ઇવેન્ટમાં ખાસ હાજરી આપીને ઈવેન્ટમાં છવાઈ હતી. આ સિવાય ધ આર્ચીઝના પ્રીમિયરમાં પણ ઘણા સ્ટાર્સે હાજરી આપીને સ્ટાર્સ કિડ્સનો જુસ્સો વધારતા જોવા મળ્યા હતા.
