Rajat Sood બન્યો ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયનનો વિનર, ટોણો મારવા વાળી શેરીની આન્ટી વિશે કહી આ વાત

|

Aug 29, 2022 | 7:26 AM

સોની ટીવીના (Sony Tv) કોમેડી શો 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'ની (Indias laughter chaillenge) પ્રથમ સીઝનનો વિજેતા બન્યો છે. ગીતો સાથે કોમેડી રજૂ કરનારા રજત સૂદે (Rajat Sood) આ ટ્રોફી જીતી છે.

Rajat Sood બન્યો ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયનનો વિનર, ટોણો મારવા વાળી શેરીની આન્ટી વિશે કહી આ વાત
Indian laughter challenge winner Rajat sood

Follow us on

સોની ટીવીના (Sony Tv) કોમેડી શો ‘ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’ને આખરે તેનો વિજેતા મળી ગયો છે. દિલ્હીનો રજત સૂદ (Rajat Sood) ‘ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’નો (Indias laughter challenge) પ્રથમ ચેમ્પિયન બન્યો છે. રજત ઉપરાંત નિતેશ શેટ્ટી, વિગ્નેશ પાંડે, જયવિજય સચન અને હિમાંશુ બાવંદર પણ શોના અંતિમ રાઉન્ડમાં પહોંચ્યા હતા. રજત સૂદને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી. તમને જણાવી દઈએ કે, રજત એક કોમેડી એક્ટર હોવાની સાથે કવિ પણ છે અને તેની ટ્રેડમાર્ક કોમેડી સ્ટાઈલ ‘પોમેડી’ છે – એટલે કે કવિતા અને કોમેડીનું મિશ્રણ.

ટોણા મારતા લોકોને હવે મળી રહી છે ખુશી

રજતે કહ્યું કે, આ શો જીત્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત છું. હવે મારે જોવાનું છે કે હું બીજું શું કરી શકું. મેં નવા કન્ટેન્ટ પર પણ કામ કરવાનું શરૂ કર્યું છે. મારું જીવન બદલાઈ ગયું છે. હું પોતે આખો દિવસ ખુશ રહું છું. હું મારી જાત પર હસતો રહું છું. મિત્રો અને પરિવારજનો પણ ખુશ છે. અને શેરીની પેલી આન્ટી પણ ખુશ છે, જે પહેલા ટોણા મારતી હતી. એટલે કે, હું કહી શકું છું કે હવે જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલા તે રિયાલિટી શોનો પણ ભાગ હતો

તમને જણાવી દઈએ કે, ‘ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’ જીતતા પહેલા રજત 2021માં દૂરદર્શનની ‘સો કરોડ કા કવિ’માં પણ જોવા મળ્યો હતો. તે શોના ફાઇનલિસ્ટમાંનો એક હતો. પોતાના કોમેડી શોની જર્ની વિશે વાત કરતા રજતે કહ્યું કે, “શૉ શરૂઆતથી જ તેના માટે મુશ્કેલ હતી. કારણ કે શોમાં જોડાનારા દરેક સ્પર્ધક પ્રતિભાશાળી હતા. પરંતુ તે મજાની સાથે-સાથે શોમાં જીવનના તમામ ક્ષેત્રોના શ્રેષ્ઠ કોમેડિયનોએ ભાગ લીધો હતો.

દરેકની પસંદ અલગ છે

ક્યારેક કોમેડિયનના જોક્સ કેટલાક લોકોને ખરાબ લાગે છે. આ વિશે વાત કરતાં રજતે કહ્યું કે, તમારે લોકોની અને ખાસ કરીને તમારા દર્શકોની પસંદગીઓ જાણવી પડશે. કેટલાક લોકોને વિલાયતી ખાવાનું ગમે છે, તો કેટલાક લોકોને ભારતીય ગમે છે. તેમની પસંદગી જોઈને આપણે એવી કોમેડી પીરસવી જોઈએ.

Next Article