ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારોહ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાઇ રહ્યો છે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અબુ ધાબીના એરેનામાં ભવ્ય એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. આ વર્ષનો આઈફા એવોર્ડ સમારોહ વિવિધ કારણોસર ખાસ છે. પાંચ અલગ-અલગ ઈન્ડસ્ટ્રીના કલાકારો આ વખતે એક સાથે આવ્યા છે. તમને જણાવી દઈએ કે,27મી સપ્ટેમ્બરે શરૂ થયેલા IIFA એવોર્ડ્સ આજે એટલે કે 29મી સપ્ટેમ્બરે IIFA રોક્સ સાથે સમાપ્ત થશે.
27મીએ પ્રથમ દિવસે આ સમારોહમાં સાઉથના સ્ટાર્સને એવોર્ડ આપવામાં આવ્યા હતા. શનિવાર, 28 સપ્ટેમ્બરે બોલિવૂડ સ્ટાર્સને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ફિલ્મ સહિત અનેક એવોર્ડ આપવામાં આવ્યા હતા.’આઈફા એવોર્ડ્સ’ ફંક્શન 27મી સપ્ટેમ્બરથી શરુ થયું. એવોર્ડ સમારંભમાં સાઉથ ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે બોલિવુડ ના કલાકારોનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. પુરસ્કાર સમારોહના ત્રીજા દિવસે સંગીત, ફેશન અને મનોરંજનની હસ્તીઓ જોવા મળશે.
IIFAના સ્થાપક/નિર્દેશક આન્દ્રે ટિમિન્સે જણાવ્યું હતું કે, “અમે સિનેમામાં પાંચ પ્રતિષ્ઠિત ઉદ્યોગો માટે વર્ષના સૌથી મોટા અને સૌથી અદભૂત IIFA એવોર્ડ્સનું આયોજન કરવામાં આનંદ અનુભવીએ છીએ. વિવિધ હસ્તીઓની હાજરીમાં યોજાયેલા આ ઐતિહાસિક એવોર્ડ સમારોહમાં ભારતીય સિનેમાની ભવ્યતા જોવા મળી હતી. આ એવોર્ડ સમારંભ અનેક રીતે યાદગાર બની રહેવાનો છે. સિનેમાની આ ભવ્ય ઉજવણી વિશ્વભરના દર્શકો પર કાયમી છાપ છોડશે.
તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ ચારેય સિનેમાઘરોના પીઢ કલાકારોએ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. જેમાં ચિરંજિની, રામ ચરણ, રાણા દગ્ગુબાતી, તેજા સજ્જા, વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, એસ. જે. સૂર્યા, સામંથા રૂથ પ્રભુ, જીવા, મૃણાલ ઠાકુર, મણિ રત્નમ, એ. આર. રહેમાન, બાલકૃષ્ણ, જયમ રવિ, કીર્તિ સુરેશ, ઈન્દ્રજીથ સુકુમારન, અનસ્વરા રાજન, મમિતા બૈજુ, શ્રદ્ધા શ્રીનાથ, વગેરે હસ્તીઓ જોવા મળી હતી.
અબુ ધાબીનો સંસ્કૃતિ અને પર્યટન વિભાગ, પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવાનો પ્રયાસ કરે છે. વિભાગ અબુ ધાબીની વ્યાપક વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા પ્રયત્નશીલ છે. અબુ ધાબીથી માત્ર 20 મિનિટ અને દુબઈથી 50 મિનિટના અંતરે, યાસ આઈલેન્ડ આવેલું છે. ટાપુ પર વિવિધ એવોર્ડ વિજેતા થીમ પાર્ક છે.