AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father’s Day 2021 : પિતા સાથે સંબંધ કરો મજબૂત, ફાધર્સ ડે પર જુઓ બોલિવૂડની આ બહેતરીન ફિલ્મો

Happy Fathers Day : પિતા અને બાળકોના સંબંધો પર ઘણી ફિલ્મો બની છે, જે આ ફાધર્સ ડે (Father's Day) પર પોતાના પિતા સાથે જોઇ શકાય છે અને તેમની સાથેના પોતાના સંબંધને વધુ મજબૂત બનાવી શકો છે.

Father’s Day 2021 : પિતા સાથે સંબંધ કરો મજબૂત, ફાધર્સ ડે પર જુઓ બોલિવૂડની આ બહેતરીન ફિલ્મો
Happy Fathers Day
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 20, 2021 | 1:21 PM
Share

20 જૂને ફાધર્સ ડે (Father’s Day 2020) ઉજવવામાં આવે છે. દરેકના જીવનમાં પિતાનું સ્થાન કોઈ લઈ નથી શકતું. તે તેમના બાળકોને ખૂબજ પ્રેમ કરે છે, પરંતુ તે ક્યારેય વ્યક્ત કરી શકતા નથી. તેઓ બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે તેમની પોતાની જરૂરિયાતોને મારી નાખે છે.

પિતા અને બાળકોના સંબંધો પર ઘણી ફિલ્મો બની છે, જે આ ફાધર્સ ડે પર પોતાના પિતા સાથે જોઇ શકો છે અને તેમની સાથેના પોતાના સંબંધને વધુ મજબૂત બનાવી શકો છે.

પીકુ (Piku)

પીકુની વાર્તા એક ખુલ્લા અને મજબુત વિચારો વાળી કામ કરતી યુવતી અને તેના પિતા વિશે સ્ટોરી છે જે હંમેશા તેના સ્વાસ્થ્ય માટે ચિંતિત રહે છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે પિતા હંમેશા તેમની પુત્રીને તેની સાથે રાખવા માંગે છે. તે જ સમયે, તેની પુત્રી તેના પિતાની સંભાળ લેવાની તમામ જવાબદારી લે છે. જોકે આ દરમિયાન તે પણ પરેશાન થતી હોય છે, પરંતુ તેમ છતાં તે હંમેશા તેના પિતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મમાં પીકુનું પાત્ર દીપિકા પદુકોણે ભજવ્યું છે અને તેના પિતાનું પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

ધ ફેમિલી મેન 2 (The Family Man 2)

દરેક વ્યક્તિ તેમના વર્ક લાઈફ અને પરિવારને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. ધ ફેમિલી મેન 2 ની બીજી સીઝનમાં પણ પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભલે તે તેના અને તેના પુત્ર વચ્ચેની નિર્દોષ વાતચીત હોઈ શકે અથવા એક યંગ પુત્રીના નખરા નિપટવા વાળા પિતાની દુર્દશા. આમાં બતાવવામાં આવે છે કે કેવી રીતે એક એજન્ટ દેશ પ્રતિ અને પિતા પ્રત્યેની જવાબદારીમાં ફસાઈ જાય છે.

રાજમા ચાવલ (Rajma Chawal)

ફિલ્મનું નામ રાજમા ચાવલ રાખવામાં આવ્યું કારણ કે આ વાનગી દરેક ભારતીયના ઘરે લોકપ્રિય છે. રાજમા ચાવલ એ 2018 નું બોલીવુડ ડ્રામાં છે અને તેમાં જનરેશન ગેપ બતાવવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા હાલની અને જૂની પેઢી બંને બતાવે છે.

અપને (Apne)

ધર્મેન્દ્ર એક પૂર્વ બોક્સર હતા, જેના પર ડોપિંગનો આરોપ હતો. તે પોતાના પુત્ર દ્વારા તેમના સ્વપ્નને પૂરા કરવા માંગતા હતા. શરૂઆતમાં તેનો પુત્ર બોક્સીંગ કરવાનો ઇનકાર કરે છે. જો કે, બાદમાં તેણે તેના પિતાને તેનું માન અને સન્માન પાછું આપાવ્યું.

ઉડાન (Udaan)

આમાં બતાવવામાં આવ્યું છે કે બાળકો સાથે વધુ સ્ટ્રિક્ટ હોવાને કારણે શું થાય છે. તેમને વધુ શિસ્તબદ્ધ બનાવવા માટે લેવામાં આવેલ એક પગલું, તેમના વિકાસને રોકે છે. આ કહાની તમે તમારા માતાપિતા સાથે જોઈ શકો છો.

દંગલ (Dangal)

ફોગાટ સિસ્ટર્સ પર બનેલી આ ફિલ્મમાં ન ખાલી કુસ્તીબાજીની વાર્તા બતાવવામાં આવી છે, પરંતુ તેમાં એક પિતા અને બાળકો સાથેના તેના સંબંધો પણ દર્શાવવામાં આવ્યા છે. શરૂઆતમાં બંને બહેનો તેમના પિતાને નફરત કરે છે. પરંતુ તે પછી સમજે છે કે આની પાછળ તેમના પિતાનો હેતુ સારો છે.

g clip-path="url(#clip0_868_265)">