બોલિવુડના સૌથી મોટા એવોર્ડમાંથી એક એવા ફિલ્મફેર એવોર્ડ્સ 2024ની સેરેમની રવિવારે ગુજરાતમાં યોજાય હતી. આ ફંક્શનમાં બોલિવુડના ઘણા મોટા નામો હાજર રહ્યા હતા. એવોર્ડના લિસ્ટમાં વિક્રાંત મેસીની ફિલ્મ '12વી ફેલ' અને રણબીર કપૂરની 'એનિમલ' ખૂબ જ પોપ્યુલર રહી હતી.
Filmfare Awards 2024 Winners Alia Bhatt Ranbir Kapoor
Follow us on
ફિલ્મફેર એવોર્ડ્સની 69મું એડિશન રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું હતું. જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો, ત્યારે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.
ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના સન્માન માટે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિક્રાંત મેસી સ્ટારર ’12વી ફેલ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે ધૂમ મચાવી હતી. બંને ફિલ્મોએ 5-5 એવોર્ડ જીત્યા છે. બોલિવુડના પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આ એવોર્ડ સેરેમની ખાસ રહી હતી કારણ કે બંને એક્ટર્સે પોતપોતાની કેટેગરીમાં ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ એક્ટર્સ’નો એવોર્ડ જીત્યો હતો.
વિક્રાંત મેસીના સરપ્રાઈઝ હિટ 12વી ફેલએ એવોર્ડ જ્યુરીને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા. આ ફિલ્મ માટે વિક્રાંતને ‘બેસ્ટ એક્ટર’ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જ મળ્યો હતો, ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાને પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અહીં ફિલ્મફેર એવોર્ડ્સ 2024 ના વિનર્સનું આખું લિસ્ટ