પિતા-પુત્રીનો આજે જન્મદિન, પુત્રી ટ્વિન્કલે પિતા વિષે શેર કરી ભાવુક પોસ્ટ

|

Dec 29, 2020 | 3:39 PM

આજે બોલીવૂડના ખ્યાતનામ ખન્ના પરિવારમાંથી પિતા અને દીકરી બંનેને જન્મદિવસ છે. જી હા આજે જાણીતા સુપર સ્ટાર રાજેશ ખન્નાની જન્મજયંતિ છે તો સાથે જ એમની દીકરી ટ્વિન્કલ ખન્નાનો પણ જન્મદિન છે. આજના આ દિવસે ટ્વિન્કલ સોશિયલ મીડિયામાં ભાવુક બની હતી. તેણે પોતાના પિતા સાથેની તસ્વીર શેર કરીને પિતા વિષે ભાવાત્મક પોસ્ટ લખી. ટ્વિન્કલે લખ્યું કે […]

પિતા-પુત્રીનો આજે જન્મદિન, પુત્રી ટ્વિન્કલે પિતા વિષે શેર કરી ભાવુક પોસ્ટ

Follow us on

આજે બોલીવૂડના ખ્યાતનામ ખન્ના પરિવારમાંથી પિતા અને દીકરી બંનેને જન્મદિવસ છે. જી હા આજે જાણીતા સુપર સ્ટાર રાજેશ ખન્નાની જન્મજયંતિ છે તો સાથે જ એમની દીકરી ટ્વિન્કલ ખન્નાનો પણ જન્મદિન છે.

આજના આ દિવસે ટ્વિન્કલ સોશિયલ મીડિયામાં ભાવુક બની હતી. તેણે પોતાના પિતા સાથેની તસ્વીર શેર કરીને પિતા વિષે ભાવાત્મક પોસ્ટ લખી. ટ્વિન્કલે લખ્યું કે “તેમણે મારા જન્મ વખતે મારી માતાને કહ્યું હું એમના 31માં જન્મદિનની શ્રેષ્ઠ ભેટ છું. તેઓ મને ટીના બાબા કહીને બોલાવતા ક્યારેય બેબી નહોતા કહેતા. ત્યારે મને સમજમાં નહોતું આવતું. મારો ઉછેર આસપાસની અન્ય છોકરીઓ કરતા અલગ રીતે થયો.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટ્વિન્કલનું પિતા વિષે કહેવું છે કે “એક માત્ર પુરુષ કે જે મારું હૃદય દુભાવી શકે છે.”


એક વાર એક ઇન્ટરવ્યૂમાં, ટ્વિન્કલે તેના પિતા રાજેશ ખન્નાની લોકપ્રિયતા વિશે કહ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે તે નાની હતી ત્યારે તેના ઘરે ઘણી બધા પુસ્તકો અને ભેટો આવતી રહેતી. તેને લાગતું કે આ બધી વસ્તુઓ તેના માટે હોય છે, પરંતુ પછી એક દિવસ તેને ખબર પડી કે આ ભેટો અને ફૂલો ખરેખર તેના પિતા રાજેશ ખન્ના માટે હોય છે.

Next Article