AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: ‘ડબલ XL’નું ટીઝર થયું રિલીઝ, સોનાક્ષી અને હુમાએ ફિલ્મ માટે 15-20 કિલો વધાર્યું વજન

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને હુમા કુરેશીએ (Huma Qureshi) આ ફિલ્મ માટે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તેઓએ આ ફિલ્મ માટે વજન પણ વધાર્યું છે, જેથી તેઓ તેમના પાત્રને વાસ્તવિક રૂપ આપી શકે.

Bollywood News: 'ડબલ XL'નું ટીઝર થયું રિલીઝ, સોનાક્ષી અને હુમાએ ફિલ્મ માટે 15-20 કિલો વધાર્યું વજન
Double XL
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 2:32 PM
Share

લાંબી રાહ જોવડાવ્યા બાદ T-Series, Wakao Films અને Mudassar Azizની ફિલ્મ ‘ડબલ XL’નું (Double XL) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્લાઈસ ઓફ લાઈફ કોમેડી ફિલ્મનું દિગ્દર્શન સતરામ રમાનીએ કર્યું છે. બોડીવેટ જેવા સ્ટીરિયોટાઈપ પ્રશ્નો આજે પણ આપણા સમાજમાં લોકોને ખૂબ જ રમુજી રીતે સતાવે છે. આ ટીઝર સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 14 ઓક્ટોબર 2022ના રોજ સિનેમા ઘરોમાં (Cinema houses) રિલીઝ થવાની છે.

‘ડબલ એક્સએલ’નું ટીઝર થયું રિલીઝ

ભારત અને યુકેમાં શૂટ કરાયેલી ‘ડબલ એક્સએલ’માં ડબલ પ્લસ-સાઈઝની મહિલાઓ છે, એક ઉત્તર પ્રદેશની અને બીજી શહેરી નવી દિલ્હીની છે. તે એક એવા સમાજમાંથી છે, જ્યાં તેને એક મહિલાના રૂપમાં તેના કદ સાથે તેની સુંદરતાને પણ જોવામાં આવે છે.

અહીં, જુઓ ફિલ્મ ‘ડબલ XL’નું ટીઝર-

ટીઝરમાં હુમા અને સોનાક્ષી જોવા મળી

30 સેકન્ડના આ ટીઝરમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી ફની જોક્સ કરતી જોવા મળી રહી છે. લોકોને આ ફિલ્મથી હુમા અને સોનાક્ષીની પહેલી ઝલક મળી છે. ટીઝર જોઈને લોકો વખાણ કરી રહ્યા છે. ટીઝરની શરૂઆત સીટી વડે થાય છે, જ્યાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી બેન્ચ પર બેઠી છે. હુમા અને સોનાક્ષીના ડાયલોગ લોકોને ખૂબ જ મજા કરાવશે.

આ ફિલ્મ માટે બંનેએ 15-20 કિલો વજન વધાર્યું

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલે કહ્યું હતું કે, સોનાક્ષી અને હુમાએ ફિલ્મ માટે 15-20 કિલો વજન વધાર્યું છે. બંને આ ફિલ્મ માટે બસ ખાતા જ રહે છે. તે એક્શન, કટ અને બર્ગર લાવે છે.

સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીએ આ ફિલ્મ માટે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તેઓએ આ ફિલ્મ માટે વજન પણ વધાર્યું છે. જેથી તેઓ તેમના પાત્રને વાસ્તવિક રૂપ આપી શકે. આ ફિલ્મમાં તેની સાથે ઝહીર ઈકબાલ, મહત રાઘવેન્દ્ર જોવા મળશે.

આ ફિલ્મ 14 ઓક્ટોબર 2022ના રોજ થશે રિલીઝ

આ ફિલ્મ ગુલશન કુમાર, ટી-સિરીઝ, વાકાઓ ફિલ્મ્સ અને મુદસ્સર અઝીઝ દ્વારા ટી-સિરીઝ ફિલ્મ્સ સાથે મળીને રજૂ કરવામાં આવી છે. ‘ડબલ એક્સએલ’ એ વાકાઓ ફિલ્મ્સ, એલેમેન3 એન્ટરટેઈનમેન્ટ અને રિક્લાઈનિંગ સીટ્સ સિનેમા પ્રોડક્શન છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર, વિપુલ ડી શાહ, રાજેશ બહેલ અને અશ્વિન વર્દે, સાકિબ સલીમ, હુમા કુરેશી અને મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. ‘ડબલ એક્સએલ’ 14 ઓક્ટોબર 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">