Dimple Kapadia: એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ, ડિમ્પલ કાપડિયા આ સિરીઝ ધમાલ મચાવશે
Dimple Kapadia Saas Bahu Aur Flamingo: ડિમ્પલ કાપડિયા છેલ્લા 50 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે તે એક નવી સિરીઝ દ્વારા ધમાલ મચાવશે.

ડિમ્પલ કાપડિયા એક એવી બોલિવૂડ અભિનેત્રી છે, જેણે 70ના દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને પાંચ દાયકા પછી પણ તે ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા ફેલાવી રહી છે. તેની પાસે કામની કોઈ કમી નથી. તેણે ગત્ત વર્ષોમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.ડિમ્પલ કાપડિયાની પહેલી ફિલ્મ બોબી હતી, જે વર્ષ 1973માં આવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી.
જ્યારે તેણે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારે તે સમયે તેની ઉંમર લગભગ 15 વર્ષની હતી. હવે તે 65 વર્ષની છે અને હજુ પણ તે ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
50 વર્ષ પછી પણ સુપરહિટ ફિલ્મો આપી રહી છે
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, ઘણા સ્ટાર્સનું કરિયર થોડા જ વર્ષોમાં ખતમ થઈ જાય છે. જોકે ડિમ્પલ કાપડિયાનું કરિયર 50 વર્ષની છે અને તે હિટ-સુપરહિટ ફિલ્મો પણ આપી રહી છે. તે સલમાન ખાનની હિટ ફ્રેન્ચાઇઝી દબંગનો પણ ભાગ રહી ચુકી છે
View this post on Instagram
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે
દબંગ 3 પછી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે એકથી વધુ શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. 2020માં આવેલી અંગ્રેઝી મીડિયમ પણ સારી ફિલ્મ હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી, પરંતુ આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ.
આ પણ વાંચો : અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે આ 7 બોલિવુડ સેલિબ્રિટી, નથી કરતા પસંદ, જાણો કોણ છે આ લિસ્ટમાં
ગયા વર્ષે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર આવી હતી. ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્મનો ભાગ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુની કમાણી કરી હતી. ડિમ્પલ કાપડિયાની સુપરહિટ ફિલ્મો બ્રહ્માસ્ત્ર પણ સામેલ છે. બીજી તરફ આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી પઠાણે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં 1050 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાનો રોલ લોકોને પસંદ આવ્યો હતો. તે શાહરૂખ ખાનના બોસના રોલમાં જોવા મળી હતી.
આ સિરીઝમાં ધમાકો કરવા જઈ રહી છે
ડિમ્પલ કાપડિયા હવે નવા અવતારમાં જોવા મળશે. તેની નવી વેબ સિરીઝ સાસ, બહુ ઔર ફ્લેમિંગો 5 મેના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ સિરીઝ ખૂબ જ રોમાંચક બનવાની છે. તેનું ટ્રેલર પહેલા જ સામે આવી ચુક્યું છે, જેમાં ડિમ્પલ કાપડિયા ખુંખાર ભૂમિકામાં દેખાઈ રહી છે. ડિમ્પલ કાપડિયા એક ખતરનાક ડ્રગ માફિયાના રોલમાં જોવા મળશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…