23 વર્ષની ઉંમરે અભિનેતાએ કર્યા હતા લગ્ન, 20 વર્ષ બાદ છૂટાછેડા લીધા આવો છે ધનુષનો પરિવાર

|

Feb 25, 2025 | 10:08 AM

HBD Dhanush : અભિનેતા ધનુષ (Dhanush) 28 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધનુષની ગણતરી બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અભિનેતાઓમાં થાય છે. જાણો ધનુષના પરિવાર વિશે.

23 વર્ષની ઉંમરે અભિનેતાએ કર્યા હતા લગ્ન,  20 વર્ષ બાદ છૂટાછેડા લીધા આવો છે ધનુષનો પરિવાર

Follow us on

Dhanush Family Tree : બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા ધનુષ 28 જુલાઈએ આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનુષ બોલિવૂડ ઉપરાંત સાઉથનું પણ જાણીતું નામ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ધનુષ (Dhanush )નું સાચું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. ધનુષે તેની કારકિર્દીની શરૂઆત તેના પિતા કસ્તુરી રાજાની ફિલ્મ થુલ્લુવધો ઇલામાઈથી કરી હતી. ધનુષને કરિયરની શરૂઆતમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેના લુકના કારણે તેની મજાક ઉડાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Rajinikanth Family Tree : તમિલ ઈન્ડસ્ટ્રીનો શક્તિશાળી પરિવાર, પુત્રી કરી ચૂકી છે પિતાના ફિલ્મનું નિર્દેશન જમાઈનો પણ રહ્યો છે ઈન્ડસ્ટ્રીમાં દબદબો

Dhanush ex-wife Aishwarya 2 children Know about Dhanush family tree

ધનુષ એક્ટર નહીં પણ શેફ બનવા માંગતો હતો

ધનુષના પિતા કસ્તુરી રાજા તમિલ ફિલ્મોના નિર્દેશક અને નિર્માતા હતા. ધનુષ એક્ટર નહીં પણ શેફ બનવા માંગતો હતો. આ માટે તે હોટેલ મેનેજમેન્ટ સ્કૂલમાં એડમિશન લેવા માંગતો હતો. ધનુષના ભાઈ અને દિગ્દર્શક સલવારાઘવને તેને અભિનય માટે સમજાવ્યો. ધનુષે એક્ટર વિજય સેતુપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તે 2003માં ફિલ્મ કાધલ કોંડનનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે સેટ પર લોકો તેની પર હસતા હતા. એવો કોઈ દિવસ જતો ન હતો જ્યારે હું બોડી-શેમિંગ કે ટ્રોલ ન થતો હોઉં. હું મારી કારમાં રડતો હતો. હું વિચારતો હતો કે શું હું હીરો ક્યારે પણ બની શકીશ નહિ.

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?

2004ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા

સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષ (South Star Dhanush)તેમના 18 વર્ષ જૂના સંબંધોનો અંત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, 18 નવેમ્બર 2004ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષને બે બાળકો છે – યાત્રા અને લિંગા. યાત્રાનો જન્મ વર્ષ 2007 અને લિંગાનો વર્ષ 2010માં થયો હતો.સાઉથના સુપરસ્ટાર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાએ અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

સાઉથના સુપરસ્ટાર ધનુષની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, ધનુષે વર્ષ 2004માં સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. લગભગ 18 વર્ષ પછી 2022માં બંને અલગ થઈ ગયા. ધનુષ અને ઐશ્વર્યાને બે પુત્રો છે. ધનુષ હોલીવુડ ફિલ્મ પણ કરી ચૂક્યો છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:30 am, Fri, 28 July 23