જુનિયર NTR, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’ આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે બમ્પર કમાણી કરી છે, પરંતુ હિન્દી માર્કેટમાં તેનો રંગ ફિક્કો રહ્યો છે. જાન્હવી અને સૈફની હાજરી છતાં ફિલ્મ 10 કરોડના આંકડા સુધી પણ પહોંચી શકી નથી. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ એ 44માં દિવસે પણ સારી કમાણી કરી છે.
દેવરા : પાર્ટ 1 એ શુક્રવારે પ્રથમ દિવસે કુલ 82.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ હિન્દીમાં આ ફિલ્મ માત્ર 7.5 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી છે. તેણે તેલુગુમાંથી સૌથી વધુ 73.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના કન્નડ વર્ઝનએ 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, તમિલ વર્ઝને 1 કરોડ રૂપિયાનો અને મલયાલમ વર્ઝને 40 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ વિશે જે પ્રકારની ચર્ચા હતી. તેના કારણે એવું માનવામાં આવતું હતું કે તેને હિન્દીમાં પણ બમ્પર ઓપનિંગ મળશે. પરંતુ આવું થયું નથી.
શ્રદ્ધાની ‘સ્ત્રી 2’ એ 44માં દિવસે 90 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પહેલી નજરે આ આવક તમને ઓછી લાગી શકે છે, પરંતુ તે ઓછી નથી. ‘સ્ત્રી 2’નું આ સાતમું અઠવાડિયું છે. તેના ઉપર દેવરાની રિલીઝ પછી એવું માનવામાં આવતું હતું કે ‘સ્ત્રી 2’ માટે 10 લાખ રૂપિયાની કમાણી કરવી પણ મુશ્કેલ હશે. દેવરા એક મોટા બજેટની ફિલ્મ છે અને તેની સ્ટારકાસ્ટ પણ મોટી છે. પરંતુ ‘સ્ત્રી 2’ એ આ બધી બાબતોને ખોટી સાબિત કરી અને અપેક્ષા કરતા ઘણી સારી કમાણી કરી.
દેવરાનું નિર્દેશન કોરાતાલા શિવા કરી રહ્યા છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે. હાલમાં તેનો પ્રથમ ભાગ જ આવ્યો છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે અને સમિક્ષકોએ પણ તેને યોગ્ય માર્ક્સ આપ્યા છે. જ્યારે ‘સ્ત્રી 2’ અમર કૌશિક દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મહત્વની ભૂમિકામાં છે. ‘સ્ત્રી 2’એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 829 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
Published On - 2:09 pm, Sat, 28 September 24