સલમાન ખાનના ઘરમાં કોરોનાની એન્ટ્રી ! કરીના અને અમૃતા બાદ આ સ્ટાર કોરોનાની ઝપેટમાં

|

Dec 14, 2021 | 3:02 PM

કરીના કપૂર અને અમૃતા અરોરાના બાદ વધુ 2 બોલીવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વખતે સલમાન ખાનની એકદમ નજીકનું વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યુ છે.

સલમાન ખાનના ઘરમાં કોરોનાની એન્ટ્રી ! કરીના અને અમૃતા બાદ આ સ્ટાર કોરોનાની ઝપેટમાં
Salman Khan

Follow us on

એક વખત ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વખતે કોરોનાએ બોલીવૂડમાં પગ પેસારો કર્યો છે. પહેલા કરીના કપૂર અને અમૃતા અરોરાના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા તો હવે સુપર સ્ટાર સલમાન ખાનના ઘરમાં પણ કોરોનાનો કેસ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સલમાનના ભાઇ સોહેલ ખાનની (Sohail Khan)પત્નિ સીમા ખાન (Seema Khan) પોઝિટીવ મળી આવી છે સાથે જ તેમની ખાસ મિત્ર અને સંજય કપૂરની (Sanjay Kapoor) વાઇફ મહીપ કપૂર (Maheep Kapoor) પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનની ઘરે સારવાર ચાલી રહી છે. તે જ સમયે, સંજય કપૂરે પણ તેની પત્નીને કોરોના હોવાના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું- હા, મહિપને કોરોના થયો છે પરંતુ તેનામાં નાના લક્ષણો છે. તેણે પોતાને અલગ કરી લીધી છે અને સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

સીમા ખાન અને મહિપ કપૂર વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને ઘણીવાર સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળે છે. આટલું જ નહીં, ગયા વર્ષે નેટફ્લિક્સ માટે કરણ જોહરે બનાવેલી સીરિઝ ‘ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફ’માં બંને અન્ય મિત્રો સાથે જોવા મળ્યા હતા. બંને બિઝનેસ વુમન છે અને મુંબઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સીમા-મહીપ પહેલા કરીના અને અમૃતાના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર હતા. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું- હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ મેં મારી જાતને અલગ કરી લીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. હું તે તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે. મારા પરિવાર અને મારા સ્ટાફને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. હાલમાં તેમને કોઈ લક્ષણો નથી. સદભાગ્યે હું સારું અનુભવું છું અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈશ.

આ પણ વાંચો –

GANDHINAGAR : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણીપંચ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

આ પણ વાંચો –

Parliament Latest Updates: રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત, સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષે પગપાળા કૂચ કરી, વિજય ચોકમાં સુત્રોચ્ચાર કર્યા

આ પણ વાંચો –

University Exams latest news: યુનિવર્સિટી-કોલેજમાં માત્ર ઓફલાઈન પરીક્ષા જ યોજાશે? UGCએ જણાવી સમાચારની હકીકત

 

Next Article