AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણીપંચ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

GANDHINAGAR : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણીપંચ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 2:00 PM
Share

Gram Panchayat Elections : ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 23 હજાર 97 મતદાન મથક છે.જેમાં 6 હજાર 656 મતદાન મથક સંવેદશીલ છે.જ્યારે 3 હજાર 74 મતદાન મથક અતિ સંવેદનશીલ છે.

GANDHINAGAR : ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના જંગને હવે ગણતરીના દિવસો જ બાકી છે..ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચની સમીક્ષા બેઠક હતી.ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પણ ચર્ચા કરી લેવાઈ છે.19મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.. 19 ડિસેમ્બરે 8 હજાર 684 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.જેમાં 27 હજાર 200 સરપંચ અને 1 લાખ 19 હજાર 998 સભ્યનું ભાવી ઈવીએમમાં સીલ થશે.

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 23 હજાર 97 મતદાન મથક છે.જેમાં 6 હજાર 656 મતદાન મથક સંવેદશીલ છે..જ્યારે 3 હજાર 74 મતદાન મથક અતિ સંવેદનશીલ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર 13 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.જેમાં 93 લાખથી વધુ પુરુષ મતદારો અને 88 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.. તમને જણાવી દઈએ કે, કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરાઈ છે.જેમાંથી 1167 ગ્રામ પંચાયત બીન હરિફ થઈ છે. 9 હજાર 669 સભ્ય બીન હરીફ ચૂંટાયા છે.અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયત 6 હજાર 446 છે.જેમાં 4511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિન હરીફ થયા છે.

ચૂંટણી માટે 37 હજાર 429 મતપેટીનો ઉપયોગ લેવાશે. 2 હજાર 546 ચૂંટણી અધિકારીઓ ચૂંટણી કામમાં જોડાશે. મદદનીશ ચૂંટણી અધિકારી 2 હજાર 827 જોતરાશે. જ્યારે 1 લાખ 37 હજાર 466 પોલીંગ સ્ટાફ, 51 હજાર 747 પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.નોંધનીય છે કે, 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : સુરતમાં આજથી મેગા વેક્સિનેશન ડ્રાઈવ, 1 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

g clip-path="url(#clip0_868_265)">