‘Gadar 2’નું એડવાન્સ બુકિંગ શરુ થતાં જ થિયેટર એક અઠવાડિયા માટે હાઉસફુલ થયા, ડિરેક્ટરે કહ્યું ‘ભગવાન મહેરબાન’
Gadar 2:22 વર્ષ પછી ડિરેક્ટર અનિલ શર્મા ગદર 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તેના 10 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
Gadar 2: લાંબા સમય બાદ બોલિવૂડ એક્ટર સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 (Gadar 2)સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે અને તેને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. વર્ષ 2001માં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગદરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે 22 વર્ષ પછી ડિરેક્ટર અનિલ શર્મા ગદર 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તેના 10 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો : OMG 2 Trailer : OMG 2 નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર શિવ ગણના રૂપમાં પંકજ ત્રિપાઠીની કરશે મદદ
એડવાન્સ બુકિંગ જોરશોરથી શરુ
ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા ગદર 2 માટે એડવાન્સ બુકિંગ જોઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે ટ્વિટર પર આ વાત વ્યક્ત પણ કરી છે. અનિલ શર્માએ ટ્વીટ કરીને લખ્યું કે ‘હમણાં જ બુક માય શો જોયું. રાજ મંદિર જયપુર આખું અઠવાડિયું બુક છે. ભગવાન ગદર 2 પર મહેરબાન, બુકિંગ જબરદસ્ત થઈ રહ્યું છે.આભાર ચાહકો
Jus saw book my show .. rajmandir jaipur is yellow for full week .. GOD is kind on #gadar2 tremendous booking .. jabki booking in major chain Inox pvr n other multiplex are not open yet .. going to open today eve ..thx audience 🙏 pic.twitter.com/UgePBhT4Ia
— Anil Sharma (@Anilsharma_dir) August 2, 2023
પડદા પર ફરી આવી રહ્યા છે તારા સિંહ અને સકીના
તમને જણાવી દઈએ કે, ગદર 2માં ફરી અકવાર તારા સિંહ અને અમિષા પટેલ સકીનાના પાત્રમાં જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં તારા પોતાના પુત્રને બોર્ડર પાર કરાવતો જોઈ શકાય છે. ફિલ્મને લઈ સનીદેઓલની સાથે આખી ટીમ ઉત્સાહિત છે. તમામ લોકોને આ ફિલ્મ પાસે ખુબ આશા પણ છે.આ સાથે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, આવી સ્થિતિમાં આ બે મોસ્ટ અવેટેડ ફિલ્મોની સ્પર્ધા બોક્સ ઓફિસ પર જોવા મળશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો