Chiranjeevi Family Tree : અભિનેતા ચિરંજીવીના પરિવારનું છે ફિલ્મી કનેક્શન, ભાઈ, પુત્ર અને ભત્રીજો છે સાઉથના સુપર સ્ટાર

|

Aug 01, 2023 | 1:14 PM

Chiranjeevi Family Tree : દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ તેજા એ ભારતીય ફિલ્મ અભિનેતા અને તેલુગુ ફિલ્મોનું જાણીતું નામ છે. તેની ફિલ્મ આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ છે. રામ ચરણે તેલુગુની સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે,

Chiranjeevi Family Tree : અભિનેતા ચિરંજીવીના પરિવારનું છે ફિલ્મી કનેક્શન, ભાઈ, પુત્ર અને ભત્રીજો છે સાઉથના સુપર સ્ટાર

Follow us on

ચિરંજીવીના પિતા કોનિડેલા વેંકટ રાવના લગ્ન અંજના દેવી સાથે થયા હતા. ચિરંજીવી સિવાય તેને બે પુત્રો છે, નાગેન્દ્ર બાબુ અને પવન કલ્યાણ. ત્રણેય પુત્રો તેલુગુ સિનેમાના મોટા સ્ટાર રહ્યા છે. જો ચિરંજીવીનો વારસો તેમના પુત્ર રામ ચરણ દ્વારા જાળવવામાં આવે છે, તો નાગેન્દ્ર બાબુના પુત્ર વરુણ તેજ અને પુત્રી નિહારિકા પણ તેલુગુ સિનેમાના લોકપ્રિય કલાકારો છે. ચિરંજીવીની બહેન વિજય દુર્ગાએ શિવ પ્રસાદ સાથે લગ્ન કર્યા છે અને તેમના બાળકો પણ તેલુગુ સિનેમામાં સક્રિય છે.

ચિરંજીવી

ચિરંજીવી ટોલીવુડના સૌથી પ્રખ્યાત અભિનેતા અને રામ ચરણ તેજાના પિતા છે. ચિરંજીવી એક એવો અભિનેતા છે જેને સાઉથમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જ્યારે પિતા આટલા મોટા સુપરસ્ટાર છે તો પુત્રને ફિલ્મી દુનિયામાં આવવાનું હતું. જ્યારે ચિરંજીવીની ફિલ્મો રિલીઝ થતી ત્યારે ચાહકો તેના માટે ક્રેઝી હતા, જોકે હવે ચિરંજીવી ફિલ્મી દુનિયા છોડીને રાજકારણ તરફ વળ્યા છે.

 

કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?

 

રામ ચરણ

રામ ચરણ તેજાનો જન્મ 1985માં તમિલનાડુમાં થયો હતો,તેણે પોતાના કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ ચિરુથાથી કરી હતી. તેમના દાદાથી લઈને તેમના પિતરાઈ ભાઈ સુધીના દરેકનું બ્રેકગ્રાઉન્ડ ફિલ્મી રહ્યું છે.સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પિતા બની ગયા છે. તેમની પત્ની ઉપાસનાએ પુત્રીને જન્મ આપ્યો છે. મેગાસ્ટાર ચિરંજીવી પણ દાદા બની ગયા છે. આ સાથે ફેન્સ અભિનેતા અને તેના સમગ્ર પરિવારને અભિનંદન આપી રહ્યા છે. તો ચાલો આજે તમને રામ ચરણના ફિલ્મી પરિવાર વિશે જણાવીએ.

નાગેન્દ્ર બાબુ

નાગેન્દ્ર બાબુ તેલુગુ ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે. રામ ચરણ તેજા નાગેન્દ્ર બાબુનો ભત્રીજો થાય છે. નાગેન્દ્ર બાબુએ તેલુગુ ફિલ્મોમાં મુખ્યત્વે ખલનાયક અને સહાયક ભૂમિકાઓમાં કામ કર્યું છે. નાગેન્દ્ર બાબુએ ફિલ્મ 143, અંજી, શ્રી રામદાસુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેના ભાઈઓ ચિરંજીવી અને પવન સાથે પણ ઘણી ફિલ્મો કરી છે.

પવન કલ્યાણ

સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ ચિરંજીવીના નાના ભાઈ અને રામ ચરણ તેજાના કાકા છે. પવન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર છે, જે માત્ર ફિલ્મોમાં જ ફેમસ નથી થયા પરંતુ રાજકારણમાં પણ નામ કમાયા છે. પવને 1997માં તેલુગુ ફિલ્મ ‘ગોકુલમલો સીતા’થી ટોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘બદરી’, ‘જોની’ અને ‘ગબ્બર સિંહ’ જેવી શાનદાર ફિલ્મો આપી.

ચિરંજીવીના સૌથી નાના ભાઈ પવન કલ્યાણનું નામ પ્રખ્યાત છે. તેણે કુલ ત્રણ લગ્ન કર્યા હતા. તેઓ રેણુ દેસાઈ અને નયા દ્વારા અકિલા નંદન અને આદ્યાના પિતા છે અને એલેના લેઝનેવા દ્વારા તેમના બે બાળકો પોલેના અંજના પવનોવા અને માર્ક શંકર પાવાનોવિચ છે.

વરુણ તેજ

વરુણ તેજ તેલુગુ ફિલ્મ અભિનેતા અને નિર્માતા નાગેન્દ્ર બાબુના પુત્ર અને રામ ચરણના પિતરાઈ ભાઈ છે. વરુણ તેજની પહેલી ડેબ્યૂ ફિલ્મ 2014માં મુકુન્દા હતી, જેમાં વરુણ પૂજા હેગડેની સાથે જોવા મળ્યો હતો. વરુણના કરિયરની શરૂઆતમાં તેની ફિલ્મો ખાસ ચાલી ન હતી, પરંતુ 2017માં તેની ફિલ્મ ‘ફિદા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:39 pm, Thu, 22 June 23

Next Article