Breaking News : ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે શું અક્ષય કુમારે 1.8 કરોડ ની ફી લીધી? જાણો રિટાયરમેન્ટ પર શું કહ્યું

અક્ષય કુમાર વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે અભિનેતાને લઈ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેમણે વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ માટે 1.8 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. હવે આના પર અક્ષય કુમારે મૌન તોડ્યું છે.

Breaking News  : વેલકમ ટુ ધ જંગલ માટે શું અક્ષય કુમારે 1.8 કરોડ ની ફી લીધી? જાણો રિટાયરમેન્ટ પર શું કહ્યું
| Updated on: Jun 12, 2026 | 12:44 PM

બોલિવુડની અપકમિંગ કોમેડી એક્શન ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 26 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ વેલકમ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો પાર્ટ છે. ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે. જો આપણે ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, અરશદ વારસી,રવિના ટંડન જેવા મોટા સ્ટાર કલાકારો સામેલ છે. આ ફિલ્મની સ્ટોરી આર્મીની આસપાસ ફરે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં બોલિવુડના સીનિયર અભિનેતા હેમંત પાંડે પણ મહત્વના રોલમાં જોવા મળશે.

અક્ષય કુમારની ફી અને ફિલ્મને લઈ હંમેશા ચર્ચા થતી હોય છે. હવે અક્ષય કુમાર વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈ એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે, અભિનેતા આ ફિલ્મ માટે 1.7-1.8 કરોડનો ચાર્જ લઈ રહ્યા છે. હવે આના વિશે અક્ષય કુમારે ખુલાસો કર્યો છે. મે આટલા લીધા નથી અને મને મળ્યા પણ નથી.

વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ

વર્ષ 2007માં વેલકમ ફિલ્મ રીલીઝ થઈ હતો. પહેલા પાર્ટમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, અનિલ કપુર,નાના પાટેકર,પરેશ રાવલ લીડ રોલમાં હતા. ત્યારબાદ બીજો પાર્ટ વેલકમ બેક જે 2015માં આવ્યો હતો. આ ફિલ્મમાં જોન અબ્રાહમ,નાના પાટેકર, અનિલ કપુર,પરેશ રાવલ,નવાઝુદ્દીન સિદ્દિકી, શ્રુતિ હાસન લીડ રોલમાં હતા. ત્યારબાદ હવે વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ 26 જૂનના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.

યુટ્યુબ પર 10 મિલિયનથી વધુ વ્યૂઝ

“વેલકમ ટુ ધ જંગલ” ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ફિલ્મ માટે ધૂમ મચાવી દીધી છે. અક્ષય કુમારના ચાહકો ફિલ્મ માટે ઉત્સાહિત છે. ટ્રેલરને નોંધપાત્ર વ્યૂઝ મળી રહ્યા છે. માત્ર નવ કલાકમાં યુટ્યુબ પર 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

અક્ષય કુમારનો રિટાયરમેન્ટ પર ખુલાસો

અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે હવે બહુ થયું, અને રિટાયરમેન્ટ લઈને શાંત થઈ જવું જોઈએ. આના પર તેમણે કહ્યું, “વિચાર આવે છે. સવારે 4 વાગ્યે જ્યારે હું જાગું છું ત્યારે આવે છે, પરંતુ 5 સેકન્ડ પછી મને યાદ આવે છે કે મારે શૂટિંગ પર જવું છે. મને યાદ છે કે 300 લોકો મારી રાહ જોઈ રહ્યા છે, મારે સેટ પર જવું છે. તેથી, વિચાર ફક્ત તે 5 સેકન્ડ માટે આવે છે. પછી મને લાગે છે કે હું બીજા દિવસે રિટાયરમેન્ટ વિશે વિચારીશ. પછી હું સવારે 4 વાગ્યે જાગી જાઉં છું, અને તે જ વાત પુનરાવર્તન થાય છે. આમ, આ રીતે, 36 વર્ષ વીતી ગયા.”

 

Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

Published On - 11:39 am, Fri, 12 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.