Breaking News : 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં, 5 સ્ટારે FREEમાં કામ કર્યું

Raja Shivaji : રિતેશ દેશમુખની ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે,મરાઠી બોક્સ ઓફિસ પર આ ફિલ્મે રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ,સલમાન ખાન, અભિષેક બચ્ચન,બોમન ઈરાની, વિદ્યાબાલન સહિત અનેક સ્ટારે કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કેટલાક સ્ટારે ફ્રીમાં કામ કર્યું છે.

Breaking News : 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં, 5 સ્ટારે  FREEમાં કામ કર્યું
| Updated on: May 05, 2026 | 3:57 PM

રિતેશ દેશમુખની રાજા શિવાજી ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાના હજુ 4 દિવસ થયા છે. ટુંક સમયમાં આ ફિલ્મ ભારતમાં 50 કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મ બનશે.આ ફિલ્મનું બજેટ 100 કરોડ રુપિયાનું હતુ. રિતેશ દેશમુખે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર નિભાવ્યું છે. તેની સાથે ફિલ્મમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, વિદ્યા બાલન, જેનેલિયા સહિત અનેક સ્ટાર છે. જેમાં સલમાન ખાન તેના અંગરક્ષક જિવા મહાલેના રોલમાં જોવા મળ્યો છે. તો બેગમ બનેલી વિદ્યા બાલન છે. આ સાથે અભિષેક બચ્ચન મોટા ભાઈ સંભાજીના પાત્રમાં છે. પરંતુ શું તમે જાણો છો આ ફિલ્મમાં ક્યા ક્યા સ્ટારે મફતમાં કામ કર્યું છે?

રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજીએ પહેલા દિવસે 11.35 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. બીજા દિવસે 10.55 કરોડ,ત્રીજા દિવસે 12 કરોડ ,ચોથા દિવસે 5.60 કરોડ, જેમાં હિન્દી અને મરાઠી બંન્ને કલેક્શન સામેલ છે. ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં છે. ફિલ્મનું ભારતીય નેટ કલેક્શન 39.70 કરોડ રુપિયા પહોંચ્યું છે.

ફિલ્મમાં કોણે મફતમાં કામ કર્યું?

હાલમાં રિતેશ દેશમુખે રાજા શિવાજીને લઈ એક ઈન્ટરવ્યું આપ્યું હતુ. જેમાં વાત કરતા તેમણે કહ્યું કે, ફિલ્મમાં ક્યા ક્યા સ્ટારે મફતમાં કામ કર્યું છે. જેમાં અભિષેક બચ્ચન, સલમાન ખાન, વિદ્યા બાલન,બોમન ઈરાની, જેનેલિયા દેશમુખનું નામ સામેલ છએ. આ 5 સ્ટારે ફિલ્મમાં મફતમાં કામ કર્યું છે. હવે રિતેશે ખુદ ફિલ્મ બનાવી છે. તો તેમણે પણ એક રુપિયો લીધો નથી.

જેનેલિયા અને રિતેશ એક જ પરિવારમાંથી આવે છે અને લાંબા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેથી, તેમણે પણ કોઈ પૈસા લીધા નથી. વિદ્યા બાલન પણ એક નાનકડી ભૂમિકામાં દેખાય છે અને ફિલ્મમાં તેનો મહત્વનો રોલ છે. તે છત્રપતિ શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચેની મુલાકાતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરમિયાન, બોમન ઈરાની ફિલ્મમાં ફક્ત બે વાર દેખાય છે અને મફતમાં કામ કર્યું છે.

Ritesh Deshmukh Family Tree : પિતા રહી ચૂક્યા છે CM ભાઈઓ પણ છે રાજકારણમાં સક્રિય, આવો છે બોલિવુડની સૌથી ક્યૂટ જોડીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us