
સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.આગામી 24 ડિસેમ્બરે સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતા વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. સતત ગેરહાજરીને કારણે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.
54 વર્ષીય ફિલ્મ નિર્માતા ગેંગ્સ ઓફ વાસેપુર અને બ્લેક ફ્રાઈડે જેવી હિન્દી ફિલ્મોમાં નિર્દેશન તરીકે જાણીતા છે. કોર્ટે વોરંટ જાહેર કરવા છતાં અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહ્યો ન હતો.
મે મહિનામાં, વકીલ કમલેશ રાવલ (જે હિન્દુત્વ સંગઠનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની સલાહકાર તરીકે સેવા આપે છે) ની અરજી પર કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 192 (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) અને 352 (2) (ખોટી અફવાઓ ફેલાવવી) હેઠળ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. કશ્યપને ન્યાયિક કાર્યવાહીના ભાગ રૂપે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહેવામાં નિષ્ફળ ગયા. વકીલ રાવલે જણાવ્યું હતું કે, સોમવારે હાજર રહેવામાં નિષ્ફળ ગયા બાદ, કોર્ટે તેમની સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.
અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા (X) પર એક વાંધાજનક સંદેશ પોસ્ટ કરી હતી, જેનાથી સમગ્ર બ્રાહ્મણ સમુદાયની છબી ખરાબ થઈ હતી. અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે જ્યારે આદિત્ય નામના વ્યક્તિએ કશ્યપની પોસ્ટ પર વાંધો ઉઠાવ્યો ત્યારે ફિલ્મ નિર્માતાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તેમને અપશબ્દો કહ્યું અને પૂછ્યું, “બ્રાહ્મણ બનીને તમે શું પ્રાપ્ત કર્યું?”
અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ધડકના સ્ક્રીનિંગ દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું હતું કે સરકારે ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. જેના પછી ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ થઈ ન હતી. હવે બ્રાહ્મણોને ‘ફૂલે’ ફિલ્મના વિષયથી સમસ્યા છે. જ્યારે જાતિ વ્યવસ્થા જ નથી તો પછી શેનો બ્રાહ્મણ?
અનુરાગ કશ્યપની ‘બ્રાહ્મણ વિરોધી’ ટિપ્પણી મોંઘી પડી,સુરત કોર્ટે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું , જુઓ પરિવાર અહી ક્લકિ કરો