Breaking News : મુંબઈમાં ભારે વરસાદના કારણે અભિનેતાએ કાર છોડીને મેટ્રોમાં મુસાફરી કરી, જુઓ Video

રણદીપ હુડ્ડા હાલમાં મુંબઈના અંધેરી ઈર્સ્ટ વિસ્તારમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ ચોમાસામાં ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News :  મુંબઈમાં ભારે વરસાદના કારણે અભિનેતાએ કાર છોડીને મેટ્રોમાં મુસાફરી કરી, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jul 02, 2026 | 9:22 AM

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીડિયોમાં રણદીપ હુડ્ડા વરસાદના કારણે ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. રણદીપ હુડ્ડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણદીપ હુડ્ડા ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતાએ સામાન્ય વ્યક્તિની જેમ મેટ્રોમાં એન્ટ્રી કરતા જોવા મળ્યો હતો. અભિનેતાએ ચેહરા પર માસ્ક લગાવ્યું છે.

રણદીપ હુડ્ડા જ્યારે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે. ત્યારે તેની આજુબાજુ રહેલા લોકો તેની ઓળખી શકતા નથી. એક મહિલા તેની સાથે વાતચીત કરતી જોવા મળી હતી. આ આખા સફર દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઓળખી શક્યું ન હતુ કે, આ બોલિવુડ સ્ટાર રણદીપ હુડ્ડા છે.

 

 

(Video source : filmfare)

રણદીપ ‘ઈથા’માં જોવા મળશે

રણદીપ હુડ્ડા ફિલ્મ ઈથામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા સિવાય શ્રદ્ધા કપુર અને ઝીશાન અય્યુબ લીડ રોલમાં જોવા મળશે. ઈથાની ટકકર બોક્સ ઓફિસ પર યશની ફિલ્મ ટોક્સિક સાથે થશે. ટોક્સિક 26 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બુધવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. આના કારણે અંધેરી સબવે અને કેટલાક અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ડાયવર્ઝન કરવાની ફરજ પડી હતી.

 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે મુંબઈ માટે “ઓરેન્જ એલર્ટ” જાહેર કર્યું હતુ, જેમાં શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વિભાગે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં પણ એકાંતમાં ભારે વરસાદની શક્યતા છે.બુધવારથી શનિવાર સુધી મુંબઈ માટે ‘ઓરેન્જ’ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અભિનેતાની બહેન ડોક્ટર, ભાઈ સોફ્ટવેર એન્જિનિયર પત્ની છે અભિનેત્રી અહી ક્લિક કરો

Follow Us