Breaking News : ભિખારી પાકિસ્તાનમાં ચોરી છુપે જોવાઈ રહી છે ધુરંધર 2

"ધુરંધર: ધ રીવેન્જ" એ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, પરંતુ પાકિસ્તાનમાં પણ આ ફિલ્મ માટે એક અલગ ક્રેઝ છે. પાકિસ્તાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાંના લોકો હજુ પણ ચોરી છુપે ફિલ્મ જોઈ રહ્યા છે.

Breaking News : ભિખારી પાકિસ્તાનમાં ચોરી છુપે જોવાઈ રહી છે ધુરંધર 2
| Updated on: Mar 20, 2026 | 3:36 PM

Dhurandhar 2 in Pakistan : રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર જે રીતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 19 માર્ચના રોજ રિલીઝ થયેલી ધુરંધર ધ રિવેન્જનો અલગ માહોલ જોવા મળી રહ્યો છે. ભારતની સાથે રણવીર સિંહની આ ફિલ્મ અન્ય દેશોમાં પણ ધમાલ મચાવી રહી છે. આટલું જ નહી ધુરંધર 2 માટે પાકિસ્તાનમાં પણ એક અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આતંકવાદી દેશ પાકિસ્તાનમાં રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધ છે. તેમ છતાં અહીના લોકો ધુરંધર ફિલ્મ જોઈ રહ્યા છે. રિલીઝ થવાની સાથે પાકિસ્તાનના લોકો ચોરી-છુપે ધુરંધર 2 જોઈ રહ્યા છે.

આદિત્ય ઘરની ફિલ્મ ધુરંધર ધ રિવેનજ પાકિસ્તાનમાં રિલીઝ થઈ નથી. પરંતુ રણવીર સિંહની ફિલ્મને પાકિસ્તાનમાં થિયેટરમાં રિલીઝ કરી નથી. પરંતુ ત્યાંના લોકોએ ભારતની હિટ ફિલ્મને જોવાનો જુગાડ શોધી લીધો છે. પાકિસ્તાનના લોકો ધુરંધર ધ રિવેન્જને પાયરેટેડ વર્ઝનમાં ડાઉનલોડ કરી રહ્યા છે અને ફિલ્મ જોઈ રહ્યા છે.

ચોરી છુપે ધુરંધર 2 જોઈ રહ્યું કંગાળ પાકિસ્તાન

 

ચોરી છુપે ધુરંધર 2 જોઈ રહ્યું કંગાળ પાકિસ્તાન

જર્નલિસ્ટ અને રિસર્ચ કંસલ્ટેન્ટ આદિત્ય રાજ કૌલે પોતાના સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની પત્રકારનું ટ્વિટ રિશેર કર્યું છે. આ પત્રકારે લાહોરમાં પોતાના ઘરે આ ફિલ્મ જોઈ હતી. રાજ કૌલે ટ્વિટ કર્યું કે,  દુખની વાત એ છે કે, ધુરંધર ધ રિવેન્જને પાયરેટેડ વર્ઝન આજે જ પાકિસ્તાન પહોંચી ગયું છે. નીચે એક પાકિસ્તાની પત્રકારનું ટ્વિટ છે. જે પોતાના ઘરની સ્ક્રીન પર ફિલ્મની મજા લઈ રહ્યા છે. પાકિસ્તાનના લોકો ભારતીય સિનેમાની ફિલ્મ જોયા વગર રહી શકતા નથી. ભલે ફિલ્મમાં પાકિસ્તાનનું કનેક્શન હોય કે આતંકવાદની વાત કેમ ન હોય.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ છે પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે,લોકો ભારતીય ફિલ્મને પાયરેટેડ વર્ઝનમાં પણ મજા લઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં ધુરંધર પાર્ટ 1નું પાયરેટેડ વર્ઝન પણ જોવામાંઆવ્યું હતુ. ધુરંધર 2ની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ ર શાનદાર ઓપનિંગ કર્યું હતુ. પહેલા જ દિવસે ભારતમાં 102.55 કરોડની કમાણી કરી હતી.

અભિનેતાની દાદી પણ રહી ચૂકી છે અભિનેત્રી, પત્ની છે ફેમસ અભિનેત્રી પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us