
કૃતિ સેનન હાલમાં સોશિયલ મીડિયા ટ્રોલર્સના નિશાને પર આવી ગઈ છે. અભિનેત્રી રક્ષાબંધન પર એક જ્વેલરી બ્રાન્ડની લેટેસ્ટ જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાત થી વધારે અભિનેત્રીના આઉટફિટે લોકનું ધ્યાન વધારે ખેચ્યું છે. કૃતિ સેનન પોતાના આઉટફિટના કારણે ટ્રોલર્સના નિશાન પર આવી છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, કૃતિ સેનનું આ આઉટફિટ રક્ષાબંધન માટે યોગ્ય નથી.
જ્વેલરીની જાહેરાતમાં કૃતિ સેનન બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું છે. જાહેરાત સામે આવતા કેટલાક લોકો તેના લુક પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રક્ષાબંધન જેવા તહેવાર સાથે જોડાયેલી જાહેરાતમાં કૃતિ સેનનો આ લુક યોગ્ય નથી.
Everyone trolling Kriti Sanon for this GIVA ad, saying she’s wearing a “bikini.” Is she? Nope.
She’s not dressed inappropriately.
Maybe her outfit just doesn’t fit your definition of “decency.” I could wear that in front of my brother too.Same people cheering her bikini… pic.twitter.com/65aSejJLFU
— Ritzz (@ChaoticRitzz) August 23, 2026
એક યુઝરે કહ્યું કેમ કોઈ જ્વેલરી બ્રાન્ડ ઈદના તહેવારમાં આવી જાહેરાત બનાવવાની હિંમત કરતું નથી. તો બીજા યુઝરે કહ્યું શું કૃતિ સેનન અન્ય ધર્મના તહેવાર પર આવા કપડાં પહેરી જાહેરાત બનાવવાની હિંમત કરશે.
What nonsense is this
Inko Hindu festivals hi milte hain apna WOKE agenda chalane?
Here, Kriti Sanon is “celebrating” #RakshaBandhan wearing this skimpy outfit (perhaps left over from Cocktail 2)
Kriti is not just a brand ambassador, but also a strategic investor so she… https://t.co/uk2zOLEUWp pic.twitter.com/rZrAHUDMBk
— PallaviCT (@pallavict) August 23, 2026
જાહેરાતમાં કૃતિ સાથે એક કુતરો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કૃતિ ચીસો પાડે છે. ત્યારબાદ કૃતિ તેને રાખડી બાંધે છે. જાહેરાતમાં કુતરાને રક્ષાબંધનની સ્ટોરીમાં ભાગ બનાવવા પર કેટલાક લોકો ગુસ્સે છે.કેટલાક લોકો કહે છે કે કૂતરાને રાખડી બાંધવાથી હિન્દુ ધર્મ અને લાગણીઓને ઠેસ પહોંચે છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, કૃતિ સેનને સપોર્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું કહેવું છે કે, કોઈ પણ મહિલાને તહેવારો પર આવા કપડા શોભતા નથી.