Breaking News : અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર પુત્રવધુ એશ્વર્યા રાયે અડધી રાત્રે કરી પોસ્ટ

મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોમ્બરના રોજ 84મો જન્મદિવસ હતો. ચાહકોએ બોલિવુડ સ્ટાર પર ભરપુર પ્રેમ વરસાવ્યો હતો. અમિતાભ બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા રાયે સસરાના 84માં જન્મદિવસ પર મધ્યરાત્રિએ એક પોસ્ટ પોસ્ટ કરી, જેનાથી યુઝર્સે અનેક પ્રશ્ન પુછી રહ્યા છે.

Breaking News : અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર પુત્રવધુ એશ્વર્યા રાયે અડધી રાત્રે કરી પોસ્ટ
| Updated on: Oct 12, 2026 | 11:41 AM

સદીના મહાનાયક અને બોલિવુડના શહંશાહ અમિતાભ બચ્ચને રવિવારના રોજ પોતાનો 84મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દેશ અને દુનિયાના તેમના ચાહકોએ તેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અભિનેતાના જન્મદિવસ પર અમિતાભ બચ્ચનના ઘરની બહાર પણ ચાહકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવન્દ્ર ફડણવીસે સહિત અનેક નેતાઓએ બિગ બીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. લોકો આખો દિવસ પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચનના પોસ્ટની રાહ જોઈ રહ્યા હતા.

એશ્વર્યા રાય અન્ય ફિલ્મ સ્ટારથી અલગ પોસ્ટ કરતી રહે છે. જેમાં તે પ્રોફેશનલ પોસ્ટ હોય છે. અથવા માતા-પિતા, સાસુ-સસરા અને દીકરીના જન્મદિવસ, એનિવર્સરી પોસ્ટ, આ બધી પોસ્ટમાં અમિતાભ બચ્ચની સાથે પૌત્રી આરાધ્યાની એક અનોખો ફોટો છે. આ ફોટોમાં દાદા સાથે અમિતાભ બચ્ચન પોતાની લાડલી આરાધ્યા સાથે જોવા મળી રહ્યા છે.

 

 

 

જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પા-દાદાજી

આ ફોટોને શેર કરતા એશ્વર્યા રાયે લખ્યું, જન્મદિવસ ખુબ ખુબ શુભકામના પ્રેમ, દાદાજી હંમેશા પ્રેમ અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે. ફોટોમાં અમિતાભ બચ્ચન ટ્રૈકસુટમાં જોવા મળી રહ્યા છે. તેમજ માથા પર ટોપી જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ એશ્વર્યા રાયે પોતાના સસરાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આરાધ્યા સાથે એક સુંદર ફોટો પણ શેર કર્યો હતો.

અભિષેક બચ્ચને પોતાના પિતાના જન્મદિવસ પર કંઈપણ શેર કર્યું નહી

અભિષેક બચ્ચન, જે પોતાની પ્રોફેશનલ લાઈફને સોશિયલ મીડિયાથી દૂર રાખે છે, તેમણે પોતાના પિતાના જન્મદિવસ પર કંઈપણ શેર કર્યું ન હતું. વધુમાં, તેમને ફિલ્મ ઉદ્યોગ તરફથી અનેક શુભેચ્છાઓ મળી છે. શત્રુઘ્ન સિંહા, ચિરંજીવી, કમલ હાસન, અજય દેવગન, કાજોલ, પ્રભાસ, સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને માધુરી દીક્ષિત જેવા કલાકારોએ બિગ બીને જન્મદિવસના ખાસ સંદેશા મોકલ્યા છે. 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ છે. કૌન બનેગા કરોડપતિ શોમાં જોવા મળે છે.

એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.