Breaking News : શું સારા અલી ખાન હવે કેદારનાથ જઈ શકશે નહી? દર્શન માટે ‘એફિડેવિટ’ રજૂ કરવું પડશે

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હવે કેદારનાથ મંદિરમાં દર્શન કરવા મુશ્કેલ છે. આનું કારણ બદ્રીનાથ -કેદારનાથ મંદિર કમિટીના ચેરમેનનું નિવેદન છે. ત્યારબાદ આને લઈ હવે ચર્ચાઓ શરુ થઈ છે. તો શું હવે સારા અલી ખાન કેદારનાથ મંદિરની મુલાકાત નહી લઈ શકે.

Breaking News : શું સારા અલી ખાન હવે કેદારનાથ જઈ શકશે નહી?  દર્શન માટે એફિડેવિટ રજૂ  કરવું પડશે
| Updated on: Mar 18, 2026 | 2:10 PM

બોલિવુડની ફેમસ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મથી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. સારા જ્યારે પણ કોઈ ફોટો પોસ્ટ કરે છે, તે વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર સારા અલી ખાન ખુબ એક્ટિવ રહે છે આટલું જ નહી સારા અલી ખાન મહાદેવની ખુબ મોટી ભક્ત છે. પોતાનું ડેબ્યુ ફિલ્મ કેદારનાથ હતી. ત્યારથી બાબા કેદારનાથમાં ખુબ આસ્થા રાખે છે. તે કેદારનાથ મંદિરની મુલાકાતના ફોટો ચાહકો પોસ્ટ કરતી રહે છે.મુસ્લિમ પરિવારમાંથી આવતી હોવા છતાં તેની મહાદેવ પ્રત્યે ખુબ મોટી આસ્થા છે.

સનાતની હોવાનું સોગંદનામું રજૂ કરવું પડશે

કેદારનાથ સિવાય ઉજ્જૈન તેમજ અન્ય જ્યોર્તિલિંગના દર્શન કરવા જતી હોય છે. સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થવા છતાં તેની આસ્થા અત્યંત છે. પરંતુ હવે તે કેદારનાથ જઈ શકશે નહી, તેમણે ચારધામ યાત્રા પહેલા આ કામ કરવું પડશે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

સારા અલી ખાનને હવે કેદારનાથ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. BKTC પ્રમુખે કહ્યું, “તેમણે સનાતની હોવાનું સોગંદનામું રજૂ કરવું પડશે.બદ્રી-કેદારનાથ મંદિર સમિતિએ એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે નોન હિંદુ વિજિટર્સને બદ્રીનાથ અને કેદારનાથમાં પુજા-અર્ચના કરવા માટે એફિડેવિટ(સોગંદનામુ) આપવું પડશે. જેમાં તેમણે હિંન્દુ ધર્મમાં પોતાની આસ્થાનું પ્રમાણ આપવું પડશે. આ આદેશ તમામ નોન હિન્દુ વિજિટર્સ પર લાગુ છે. જેમાં સારા અલી ખાન પણ સામેલ છે. જે હંમેશા કેદારનાથ જતી હોય છે.

 

 

આ મામલે કંગના રનૌતનું પણ નિવેદન સામે આવ્યું છે.કંગના રનૌતે કહ્યું કે, બધા સનાતની છે. અહી જે પણ લોકો છે બધા સનાતની છે. તે પણ સનાતની છે તો પછી લખવામાં શું ડર રાખવો,

 

 

સારા અલી ખાને આપવું પડશે એફિડેવિટ

હવે બદ્રી-કેદાર મંદિર સમિતિના નવા નિયમ મુજબ, જો અભિનેત્રી સારા અલી ખાનને કેદારનાથ અને બદ્રીનાથ મંદિરમાં પુજા-અર્ચના કરવી છે. તો તેના માટે તેમણે એફિડેવિટ આપવું પડશે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ કહ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં દર્શન કરવા માટે નોન-હિન્દુ વિજિટર્સને એફિડેવિટ આપવું પડશે. જેમાં તે હિન્દુ ધર્મમાં પોતાની આસ્થાનું પ્રમાણ આપશે. પીટીઆઈના રિપોર્ટ મુજબ નોન હિન્દુ વિજિટર્સ, જેને સનાતન ધર્મમાં વિશ્વાસ છે. તેમજ જો તેઓ લેખિતમાં આપે, જેમાં લખ્યું હોય કે – ‘હું સનાતની છું, હું હિન્દુત્વમાં માનું છું’, તો તે બધાનું સ્વાગત છે.

96 કિલો વજન, 16 વર્ષની ઉંમરે ફિલ્મમાં ડેબ્યુ કર્યું આવો છે સારા અલી ખાનનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.