
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ બોર્ડર 2ની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ સિનેમાઘરોમાં 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે હવે ફિલ્મમાં સ્ટારની ઝલક પણ સામે આવી ચૂકી છે. સાથે બોર્ડર 2નું ટીઝર પછી ગીત ઘર કબ આઓગેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેની પહેલી ઝલકે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.
ફિલ્મ બોર્ડર 2નું ગીત ઘર કબ આઓગેનું ટીઝર ટી-સીરિઝ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના ગીતની પણ ઝલક જોવા મળી રહી છે. આ ગીતને 4 સિંગર સાથે મળી ગાયું છે. જેમાં સોનુ નિગમ, અરજીત સિંહ,વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંઝ જેવા સિંગર છે. જેનો અવાજ ચાહકોને ખુબ પસંદ આવશે. આ ગીતનું નવું વર્ઝન પણ ચાહકોને ખુબ પસંદ આવશે.આ ગીત પહેલી ફિલ્મ બોર્ડરની યાદ અપાવશે.
તમને જણાવી દઈએ કે, બોર્ડર 2નું ગીત ઘર કબ આઓગેનું ઓરિજનલ વર્ઝન સંદેશે આતે હૈ છે. જે સોનું નિગમે ગાયું હતુ. સાથે કુમાર રાઠૌરે ગાયું છે. તેના અવાજમાં આ ગીત ખુબ ફેમસ છે. જેનું મ્યુઝિક અનુ મલિકે આપ્યું હતુ અને લિરિક્સ જાવેદ અખ્તરે તૈયાર કર્યું છે. બોર્ડર 2 માટે લિરિક્સ મનોજ મુંતશિરે આપ્યા છે. જો ગીતના રિલીઝની વાત કરીએ તો. 2 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ સાથે જો બોર્ડર 2ના ગીત ઘર કબ આઓગે ના ટિઝર પર લોકોના રિએક્શનની વાત કરવામાં આવે તો આ ગીતનું હજુ ટિઝર રીલિઝ કરવામાં આવ્યું છે. જેને લઈ લોકોનું કહેવું છે કે, આ 2026નું સૌથી મોટું ગીત છે. સોનુ નિગમના અવાજમાં આ ગીત ફરી એક વખત જૂના દિવસોની યાદ અપાવશે. આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કર્યા બાદ લોકોની આંખોમાં જરુર આંસુ આવશે. કેટલાક લોકોએ આ ગીતને ઈન્ડિયન આર્મીની આત્મા કહી છે. બોર્ડરનું ગીત સંદેશે આતે હૈ આજે પણ લોકોમાં ખુબ ફેમસ છે.