AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના નરેન્દ્વ મોદી, ના રાહુલ ગાંધી કોઈને પણ મત નહિ આપી શકે બોલિવુડના આ ‘સેલિબ્રિટીઝ’

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બધી જ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરવામાં વ્યસ્ત છે. બધા જ લોકો દ્વારા મતદાન કરવાની જાગુતતા ફેલાવવામાં આવી રહી છે. ત્યારે ઘણાં બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓ એવા છે કે તે ભારતમાં રહીને પણ કોઈ પણ પાર્ટીને મત આપી શકતા નથી જાણો કેમ તેઓ ભારતમાં રહેવા છતા તે મતદાન કરી […]

ના નરેન્દ્વ મોદી, ના રાહુલ ગાંધી કોઈને પણ મત નહિ આપી શકે બોલિવુડના આ 'સેલિબ્રિટીઝ'
| Updated on: Apr 06, 2019 | 11:09 AM
Share

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બધી જ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરવામાં વ્યસ્ત છે. બધા જ લોકો દ્વારા મતદાન કરવાની જાગુતતા ફેલાવવામાં આવી રહી છે.

ત્યારે ઘણાં બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓ એવા છે કે તે ભારતમાં રહીને પણ કોઈ પણ પાર્ટીને મત આપી શકતા નથી જાણો કેમ તેઓ ભારતમાં રહેવા છતા તે મતદાન કરી શકતા નથી.

1. દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986માં કોપનહેગન, ડેનમાર્કમાં થયો હતો. જન્મના લગભગ એક વર્ષ પછી તેના પરિવાર સાથે બેંગલુરૂમાં શિફટ થઈ હતી. ત્યારબાદ તેનો અભ્યાસ બેંગલૂરૂની સોફિયા હાઈસ્કૂલમાં કર્યો હતો. દીપિકા પાદુકોણ હાલ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી અભિનેત્રી છે.

2.અક્ષય કુમાર

અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરીઓમ ભાટિયા છે. તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમના પિતા એક આર્મી ઓફિસર હતા. અક્ષય કુમારને કેનેડાની નાગરિકતા સમ્માન તરીકે મળી છે. તેમને કેનેડાની ‘યૂનિવર્સિટી ઓફ વિન્ડસર’માંથી ડૉકટરેટની ડિગ્રી મળી છે. ત્યારબાદ અક્ષયકુમારને કેનેડાની સિટીજનશિપ મળી.

3.આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટનો જન્મ મુંબઈમાં થયો છે પણ તેમના પિતા મહેશ ભટ્ટ એક ગુજરાતી પરિવારના છે. ખુબ ઓછા લોકો જાણે છે કે આલિયા ભટ્ટની માતા સોની રાજદાનનો જન્મ બર્મિઘમમાં થયો હતો. તેમની પાસે બ્રિટિશ નાગરિકતા છે. તે કારણથી આલિયા ભટ્ટને બ્રિટિશ નાગરિકતા મળેલી છે.

4.ઈમરાન ખાન

ઈમરાન ખાનનો જન્મ 13 જાન્યુઆરી 1983માં અમેરિકાના મેડિસન શહેરમાં થયો હતો. તેમના માતા-પિતાના છુટાછેડા પછી ઈમરાન તેમની માતા સાથે થોડા સમય માટે મુંબઈમાં રહ્યા અને પછી તેમના પિતાની પાસે કેલિફોર્નિયા ગયા અને આગળનો અભ્યાસ કર્યો. ઈમરાન ખાન ‘કયામત સે કયામત’ અને ‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2008માં તેમને ‘જાને તુ યા જાને ના’ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.

5.અદનાન સામી

સિંગર અદનાન સામીનો જન્મ વર્ષ1971માં લંડનમાં થયો હતો. ત્યારબાદ તેમને તેમનો અભ્યાસ લંડનમાં કર્યો હતો. તેમના પિતા પાકિસ્તાની વાયુ સેનાના પાઈલટ હતા. તેમને 1 જાન્યુઆરી 2016માં ભારતીય નાગરિકતા મેળવી છે. તેથી તેઓ ભારતમાં મતદાન કરી શકશે.

આ બધા જ સેલિબ્રિટીઝની પાસે ભારતીય નાગરિકતા ના હોવાના કારણે તેઓ ભારતમાં મતદાન કરી શકશે નહી. જો કે અદનાન સામીએ તાજેત્તરમાંજ ભારતીય નાગરિકતા મેળવી હોવાના કારણે તેઓ મતદાન કરી શકશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">