U19 T20 World Cup: દીકરીઓની જીત પર બોલિવૂડમાં ખુશીનો માહોલ , અજય દેવગન સહિતના આ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા

|

Jan 30, 2023 | 4:29 PM

રવિવાર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ખિતાબ સાથે ભારતની દીકરીઓએ પણ ઈતિહાસ રચી દીધો.

U19 T20 World Cup: દીકરીઓની જીત પર બોલિવૂડમાં ખુશીનો માહોલ , અજય દેવગન સહિતના આ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા
દીકરીઓની જીત પર બોલિવૂડમાં ખુશીનો માહોલ
Image Credit source: Twitter

Follow us on

રવિવાર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2023 જીત્યો હતો. આ ખિતાબ સાથે ભારતની દીકરીઓએ પણ ઈતિહાસ રચી દીધો. આ ખિતાબ પ્રથમ વખત ભારતના ખાતામાં આવ્યો છે. ICCએ પ્રથમ વખત મહિલાઓ માટે અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. જે ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ પોતાને નામ કર્યો છે. દરેક લોકો આ જીતની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સે પણ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગને ટ્વિટ કરીને આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. અભિનેતાએ ટ્વીટ કર્યું હતુ, ઐતિહાસિક જીત બદલ ટીમને અભિનંદન. ભારત માટે ગર્વની ક્ષણ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

અમિતાભ બચ્ચન પણ આવા ખાસ પ્રસંગોમાં ક્યારેય પાછળ નથી રહેતા. ઈન્સ્ટાગ્રામ પર ટીમનો ફોટો શેર કરતા દિગ્ગજ કલાકારે કેપ્શનમાં લખ્યું, ઈન્ડિયા ચેમ્પિયન, ક્રિકેટમાં મહિલા અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન, અંગ્રેજોને માત આપી. ભારતની મહાન જીત, એક જ અવાજ સાંભળ્યો ભારત ભારત ભારત.

 

અનુપમ ખેરે પણ જીતના અનેક ફોટો શેર કરતા ટ્વિટ પણ કર્યું છે. પીઢ અભિનેતાએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, #U19T20WorldCup માં અમને ભવ્ય જીત અપાવવા બદલ અમારી 19 વર્ષથી ઓછી વયની છોકરીઓની ક્રિકેટ ટીમ માટે હાર્દિક અભિનંદન અને હૃદયપૂર્વકનો આભાર અને અભિનંદન.

 

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

અનુપમ ખેર ઉપરાંત કરીના કપૂર ખાન, આયુષ્માન ખુરાના, કાજોલ, અનુષ્કા શર્મા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મહિલા ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે ટીમ ઈન્ડિયાની રમતમાં શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ બોલરોએ મેદાનમાં ઉતરીને આખી રમત પલટાવી નાખી હતી.

Next Article