Bollywood Moon Song : જ્યારે બોલિવૂડે શોધી ચંદ્રની દૂનિયા, એક્ટર અને એક્ટ્રેસ પર છવાઈ ચંદ્રની ચાંદની, એકથી એક સુંદર બન્યા છે ગીતો
Bollywood Songs Based On Chand : આજે ભારત સૌથી ચમકતા દમકતા સ્ટાર 'ચાંદ' પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. સૌ કોઈ ભારતના ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ બોલિવૂડના ગીતોમાં પણ ચાંદનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ચંદા મામાથી લઈને ચૌદવિં કા ચાંદ હો જેવા ઘણા પ્રખ્યાત ગીતો ચંદ્રની સુંદરતા પર બનાવવામાં આવ્યા છે.
આજે સમગ્ર ભારતમાં અનેરો ઉત્સાહ છે અને તેનું કારણ ખૂબ જ ખાસ છે. ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણને હવે માત્ર થોડાં કલાકો જ બાકી છે. લેન્ડર વિક્રમ આજે સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. જો બધુ બરાબર રહ્યું તો આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બનશે. આ મિશનને પૂર્ણ કરવા માટે 600 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ચાંદ અને ચાંદ ની ચાંદની પર ઘણીવાર ફિલ્મો અને ગીતો બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ક્યારે ક્યારે બોલિવૂડમાં ચંદ્ર છવાયો છે?
આ પણ વાંચો : Chandrayaan 3 Landing: ચંદ્ર પર ઉતરવાના પડકારોથી લઈને આવક સુધી… ચંદ્રયાન 3 સાથે જોડાયેલી આ માહિતી તમે નહીં જાણતા હોવ
ચૌદવીં કા ચાંદ હો
ચંદ્ર વિશે એવું માનવામાં આવે છે કે ચૌદશના દિવસે તે સૌથી સુંદર દેખાય છે. આ વિચારના આધારે બોલિવૂડનું એક ગીત ‘ચૌદવિં કા ચાંદ હો…’ છે. આજે પણ લોકો આ ગીત સાંભળવાનું પસંદ કરે છે. વહીદા રહેમાનથી લઈને ગુરુ દત્ત પર બનેલું આ ગીત ઘણું પ્રખ્યાત છે.
ચાંદ છિપા બાદલ મેં
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત ચાંદ છિપા બાદલ આજે પણ ખૂબ પ્રખ્યાત છે. આ ગીત સાંભળીને આ પ્રતિકાત્મક જોડીની ઝલક દરેકના દિલમાં આવી જાય છે. ગીતમાં સલમાન જોવા મળે છે. આ આખું ગીત નટખટ અંદાજ અને પ્રેમને ધ્યાનમાં રાખીને વણવામાં આવ્યું છે.
ચાંદ સિફારિશ
આમિર ખાનની ફિલ્મોની જેમ તેની ફિલ્મોના ગીતોમાં પણ ઘણું અલગ હોય છે. અભિનેતાની ફિલ્મ ફના સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક ગીત છે, ચાંદ સિફારિશ. ફિલ્મમાં આમિર ખાન તેની પ્રેમિકા કાજોલની સુંદરતાના વખાણ કરતો જોવા મળે છે.
ગલી મેં આજ ચાંદ નિકલા
અલકા યાજ્ઞિકે ફિલ્મ ઝખ્મનું ગીત ગલી મેં આજ ચાંદ નિકલા સુંદર રીતે ગાયું છે. આ ગીત આજે પણ લોકોને પ્રેમમાં પડવા માટે મજબૂર કરતું જોવા મળે છે.
મેંને પુછા ચાંદ સે…
હિન્દી સિનેમાના જાણીતા ગાયક મોહમ્મદ રફીના ગીતોની દુનિયા દીવાની છે. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના માથા પર ચડીને બોલે છે. તેમનું ગીત મૈને પુછા ચાંદ સે… મોહમ્મદ રફીના યાદગાર ગીતોમાંનું એક છે.
ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો
ચંદ્રની પેલે પાર જવું હોય તો તારાઓમાં ખોવાઈ જવું પડશે અને આનાથી સુંદર દુનિયા કઈ હશે. ખાસ કરીને જેઓ પ્રેમ કરે છે તેમના માટે આ દુનિયા શ્રેષ્ઠ છે. તેથી જ દરેક પ્રેમી ચાંદની પાર જવા માંગે છે. દરેક લોકોના હોઠ પર આ ગીત રમતું જોવા મળે છે.
ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન
તમારું મન ક્યાંક ખોવાઈ ગયું હોય તો ખુલ્લા આકાશમાં ચમકતો ચંદ્ર પણ ખોવાઈ ગયો હોય એવું લાગે છે. તો એનો અર્થ એ થયો કે ચંદ્ર તમારા મનનો પડછાયો પણ છે.
ચંદા રે ચંદા રે, કભી તો જમીં પર આ….
ચંદ્ર સાથેનો નાતો જૂનો છે અને આપણી આદત છે કે આપણા એમ જ બેસીએ છીએ અને દિલની વાત ચાંદને કહીએ છીએ. જો તમારા મનમાં કંઈક છે તો કેમ ચાંદામામા સાથે ગપસપ કેમ ન કરો.. !