વડાપ્રધાન મોદીની આવનારી બાયોપિકમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, જુઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બાયોપિકમાં કેવા દેખાશે?

|

Mar 22, 2019 | 6:55 AM

અભિનેતા વિવેક ઓબેરોય PM મોદી પર બની રહેલી બાયોપિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવતા જોવા મળશે. આ ફિલ્મને લઈને લોકોમાં એક અલગ પ્રકારની ઉત્સુક્તા જોવા મળી રહી છે. ફિલ્મ વિશ્લેષક તરન આદર્શે તાજેતરમાં વિવેક ઓબેરોયના PM મોદી લુકના  ફોટા જાહેર કર્યા છે. જેમાં PM મોદીના જવાનીથી લઈ અત્યારની ઉંમર સુધીના અલગ અલગ લુક જાહેર કર્યા […]

વડાપ્રધાન મોદીની આવનારી બાયોપિકમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, જુઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બાયોપિકમાં કેવા દેખાશે?

Follow us on

અભિનેતા વિવેક ઓબેરોય PM મોદી પર બની રહેલી બાયોપિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવતા જોવા મળશે. આ ફિલ્મને લઈને લોકોમાં એક અલગ પ્રકારની ઉત્સુક્તા જોવા મળી રહી છે.

ફિલ્મ વિશ્લેષક તરન આદર્શે તાજેતરમાં વિવેક ઓબેરોયના PM મોદી લુકના  ફોટા જાહેર કર્યા છે. જેમાં PM મોદીના જવાનીથી લઈ અત્યારની ઉંમર સુધીના અલગ અલગ લુક જાહેર કર્યા છે.

આ ફિલ્મમાં PM મોદીના જીવનના એવા ઘણા કિસ્સાઓ દર્શાવવામાં આવ્યા છે. જેના વિશે લોકો બહુ ઓછુ જાણે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

જાહેર કરવામાં આવેલા ફોટામાંથી એક ફોટોમાં સાધુના વેશમાં નજર આવી રહ્યાં છે. કહેવાય છે કે આ રૂપ એ સમયનું છે. જે સમયે PM મોદીએ પોતાના જીવનના 2 વર્ષ હિમાલયમાં વિતાવ્યા હતા.

મહત્વપૂર્ણ વાત એ છે કે, આ ફિલ્મ એકાદ – બે નહી પરંતુ 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

PM મોદી પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન ‘મૈરી કોમ’ ફેમ ઉમંગ કુમાર કરી રહ્યા છે. સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહે આ ફિલ્મને પ્રોડયુસ કરી છે.

મોદીના જીવન પર બની રહેલી ફિલ્મ 12 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે લોકસભા ચૂંટણીની સાથે જ આ ફિલ્મ રિલીઝ થશે.

PM મોદીની બાયોપિકમાં બોલીવુડ કલાકાર મનોજ જોશી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભૂમિકામાં નજરે પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:38 am, Mon, 18 March 19

Next Article