રશ્મિકા મંદાના બાદ કાજોલનો ડીપફેક વીડિયો થયો વાયરલ, જાણો સમગ્ર મામલો
રશ્મિકા મંદાના અને કેટરિના કૈફ બાદ કાજોલ ડીપફેકનો શિકાર બની છે. ડીપફેક વીડિયો વીડિયો ક્લિપમાં કાજોલના ફેસ જેવી એક મહિલા કેમેરા સામે કપડાં બદલતી જોઈ શકાય છે. આ વીડિયો ખરેખર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો છે. તેને 'ગેટ રેડી વિથ મી' ટ્રેન્ડ દરમિયાન 'ટીકટોક' પર વીડિયો પોસ્ટ કર્યો હતો.

એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો અને તસવીરોનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે ઈન્ટરનેટ પર એક્ટ્રેસ કાજોલ સાથે સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. આ એડિટેડ વિડિયો છે, જેને ડીપફેક કહેવાય છે. વીડિયો ક્લિપમાં કાજોલના ચહેરાવાળી એક મહિલા કેમેરાની સામે કપડાં બદલતી જોઈ શકાય છે.
આ વીડિયો ડીપફેક છે, જેમાં કાજોલના ફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનડીટીવી રિપોર્ટ મુજબ બૂમલાઈવ જેવા ઘણા ફેક્ટ ચેકિંગ પ્લેટફોર્મ્સે અહેવાલ આપ્યો છે કે આ વીડિયો ખરેખર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો છે. તેને ‘ગેટ રેડી વિથ મી’ ટ્રેન્ડ દરમિયાન ‘ટીકટોક’ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
કાજોલ સાથે સંબંધિત વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જે પછી ઘણા યુઝર્સે તેને સાચો માની લીધો હતો. આ પછી વિવિધ ફેક્ટ ચેકિંગ વેબસાઈટ્સ તપાસ્યા પછી સત્ય બહાર આવ્યું.
વેબસાઈટ્સનું કહેવું છે કે એઆઈ ટૂલ્સની મદદથી વીડિયોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આવા ટૂલ્સનો ઉપયોગ કરીને, અન્ય કોઈનો ચહેરો વીડિયોમાં દાખલ કરવામાં આવે છે. આ ભ્રામક કન્ટેન્ટ બનાવે છે અને લોકો મૂંઝવણમાં મૂકે છે.
જેનો આ વીડિયો છે તે સોશિયલ મીડિયા પ્રભાવકનું નામ રોઝી બ્રીન હોવાનું કહેવાય છે. ‘ગેટ રેડી વિથ મી’ ટ્રેન્ડમાં જોડાવા માટે તેને આ વર્ષે 5 જૂને ટિકટોક પર તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી અને કાજોલનો ચહેરો રોઝી સાથે બદલવામાં આવ્યો હતો. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ કન્ફ્યુઝ થઈ ગયા. યુઝર્સને લાગ્યું કે ખરેખર કાજોલ જ કેમેરાની સામે તેના કપડાં બદલી રહી છે.
શું છે ડીપફેક?
‘ડીપફેક’ એ એક ડિજિટલ પદ્ધતિ છે જેના હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) નો ઉપયોગ કરીને, યુઝર્સ સરળતાથી કોઈ વ્યક્તિની ઈમેજને અન્ય કોઈની છબી સાથે બદલી શકે છે.
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને ટ્રિમ કરીને વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ વીડિયો બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલાનો હતો.