મનોજ તિવારીની દીકરીના નામે છે કરોડો રૂપિયાનો વ્યવસાય, બિગ બોસ 20ની સ્પર્ધકનું MS Dhoni સાથે ખાસ કનેક્શન

મનોજ તિવારીની દીકરી હાલમાં સલમાન ખાનના ફેમસ રિયાલિટી શો બિગ બોસ 20માં જોવા મળી રહી છે.હાલમાં મનોજ તિવારીની દીકરીએ શોમાં કહ્યું કે, તેને રેપની ધમકીઓ પણ મળી હતી.

મનોજ તિવારીની દીકરીના નામે છે કરોડો રૂપિયાનો વ્યવસાય, બિગ બોસ 20ની સ્પર્ધકનું MS Dhoni સાથે ખાસ કનેક્શન
Image Credit source: AI
| Updated on: Sep 10, 2026 | 10:08 AM

ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીની દીકરી રીતિ તિવારી હાલમાં સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20માં છે. રિતિ તિવારીના પિતા મનોજ તિવારી દીકરીને શોમાં છોડવા માટે સ્ટેજ સુધી આવ્યા હતા. ત્યારબાદ તેમની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, રીતિ તિવારી મનોજ તિવારીની પહેલી પત્ની રાની તિવારીની દીકરી છે. હાલમાં બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, રીતિ તિવારીના નામ પર એક કંપની પણ છે. જે તેના મામાએ શરુ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે, આનું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ ખાસ કનેક્શન છે.

રીતિ તિવારીના નામ પર છે આ કંપની

જે લોકો જાણતા નથી. તેમને જણાવી દઈએ કે, રીતિ તિવારીના મામા અરુણા પાંડે રીતિ સ્પોર્ટસ નામની કંપનીના ફાઉન્ડર છે. જેમને બહેન રાની તિવારી અને જીજાજી મનોજ તિવારીની દીકરી રીતિના નામ પર કંપનીનું નામ રાખ્યું છે. ખાસ વાત એ છે કે, આ અરુણા પાંડેની કંપની એમએસ ધોનીનું કામ જુએ છે.

ત્યારબાદ અરુણા પાંડે ધોનીને પ્રમોટ કરવામાં કોઈ કસર છોડી ન હતી. અનેક મોટી બ્રાન્ડ અને કંપની શરુ કરી. જેમાં સ્પોર્ટસ ફિટનું નામ પણ સામેલ હતુ. ત્યારબાદ તેમણે બોલિવુડ ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી પણ બનાવી હતી. તેમને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત લીડ રોલમાં હતો.

 

 

 

કોણ છે રીતિ તિવારી?

તમને જણાવી દઈએ કે, સિંગર અને ગીત રાઈટર રીતિ તિવારી હાલમાં બિગ બોસ 20માં જોવા મળી રહી છે. હાલમાં તે મેરી કોમ સાથે ચર્ચા કરતી જોવા મળી હતી. બિગ બોસ 20માં અનેક મોટા ખુલાસા કરતી જોવા મળી રહી છે. હાલમાં મનોજ તિવારીની દીકરીએ શોમાં કહ્યું કે, તેને રેપની ધમકીઓ પણ મળી હતી.અરુણ પાંડે રીતિ સ્પોર્ટ્સના સ્થાપક છે. રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાની કંપનીનું નામ તેમની ભાણેજ રીતિ તિવારી પરથી રાખ્યું છે.

બાપ-દીકરી બંન્ને છે રાજકારણમાં , 3 દિકરીના પિતા મનોજ તિવારીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.