Brahmastra: બ્રહ્માસ્ત્ર પાર્ટ ટૂ અને થ્રીનું એકસાથે થશે શૂટિંગ, અયાન મુખર્જીએ રણબીર કપૂર-આલિયા ભટ્ટની ફિલ્મની કરી જાહેરાત
Brahmastra News: નિર્દેશક અયાન મુખર્જીએ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રના (Brahmastra) બીજા અને ત્રીજા ભાગની જાહેરાત કરી છે. તેને ફિલ્મની રિલીઝને લઈને મહત્વની જાણકારી પણ આપી છે. અયાનની આ જાહેરાત બાદ બ્રહ્માસ્ત્રના અપકમિંગ પાર્ટની રાહ જોઈ રહેલા ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.
Brahmastra Part Two And Three: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ બ્રહ્માસ્ત્ર’ના બીજા અને ત્રીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરતા કહ્યું કે ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2: દેવ’ અને ‘બ્રહ્માસ્ત્ર ભાગ 3’ એકસાથે બનાવવામાં આવશે.
અયાન મુખર્જીએ જાણકારી આપી છે કે ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2: દેવ’ વર્ષ 2026માં અને ‘બ્રહ્માસ્ત્ર ભાગ 3’ વર્ષ 2027માં મોટા પડદા પર રિલીઝ થશે. અયાનની આ જાહેરાત બાદ બ્રહ્માસ્ત્રના અપકમિંગ પાર્ટની રાહ જોઈ રહેલા ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.
ઈન્સ્ટાગ્રામ પર અયાન શેયર કરી નોટ
અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજીના આગામી બે પાર્ટની જાહેરાત કરતી વખતે ઘણી બધી વાતો જણાવી. તેણે ઈન્સ્ટા પર શેયર કરેલી પોતાની નોટમાં કહ્યું કે ફિલ્મનો પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ગ્રાન્ડ હશે. તેણે એ પણ કહ્યું કે આ સમયમાં તેને એહસાસ થયો છે કે તેને સ્ક્રિપ્ટને પરફેક્ટ બનાવવા માટે વધુ સમયની જરૂર છે.
View this post on Instagram
બ્રહ્માસ્ત્રના અપકમિંગ બે પાર્ટને અયાન એક સાથે શૂટ કરવાનો છે. આ સિવાય બંનેની રિલીઝ ડેટ પણ નજીક રાખવામાં આવશે. પોતાની નોટમાં અયાને લખ્યું છે કે તે પોતાનું બેસ્ટ આપવા માંગે છે અને તેના માટે ભારતીય સિનેમા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રહ્માસ્ત્રના અપકમિંગ બે પાર્ટ અયાન મુખર્જી સિવાય સ્ટાર સ્ટુડિયો અને પ્રાઈમ ફોકસ સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવશે.
ગયા વર્ષે આવ્યો હતો બ્રહ્માસ્ત્રનો પહેલો પાર્ટ
અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રનો પહેલો પાર્ટ ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયો હતો. ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, નાગાર્જુન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા અને ગુરફતેહ પીરઝાદા જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ પણ કર્યો હતો.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…