અનન્યા તેના ‘ટેલેન્ટ’ના કારણે ફરીથી થઈ ટ્રોલ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

હાલમાં વિજય દેવેરકોંડા અને અનન્યા પાંડેની (Ananya Panday) પેન ઈન્ડિયા ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ થયું હતું. હવે ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં અનન્યા પાંડે પોતાની ટેલેન્ટ વિશે વાત કરી રહી છે.

અનન્યા તેના ટેલેન્ટના કારણે ફરીથી થઈ ટ્રોલ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Ananya Panday
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 24, 2022 | 2:34 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) આ દિવસોમાં પોતાની પેન ઈન્ડિયા ફિલ્મ ‘લાઈગર’ને (Liger) લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સાઉથ સ્ટાર વિજય દેવેરકોંડા સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મના ટ્રેલર રિલીઝ દરમિયાન એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ ઇવેન્ટનો અનન્યા પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અનન્યા પાંડેને એક શોમાં તેની જીભ વડે નાકને ટચ કરવાના ટેલેન્ટ વિશે સવાલ કરવામાં આવે છે.

રિપોર્ટરે અનન્યાને પૂછ્યું કે તમારા પાસે ઘણાં પ્રકારના ટેલેન્ટ છે. તે ખૂબ જ વાયરલ થયું હતું કે તમે તમારી જીભથી તમારા નાકને ટચ કરી શકો છો. શું તમે આ દિવસોમાં કોઈ નવું ટેલેન્ટ શીખ્યું છે, તો તેના વિશે વાત કરો. આના જવાબમાં અનન્યા કહે છે કે ના અત્યારે તો આટલું જ ટેલેન્ટ છે. જો કંઈ નવું આવશે, તો હું તમને કહીશ. આ સિવાય વિજય વિશે પૂછવામાં આવેલા સવાલ પર તે કહે છે કે વિજય ખૂબ જ હોટ છે અને આવું કહેવાવાળી હું એકલી નથી.

આ પણ વાંચો

અનન્યા પાંડે હવે ફરી એકવાર તેના આ વીડિયોના કારણે ટ્રોલના નિશાના પર આવી છે. લોકો અલગ-અલગ કોમેન્ટ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘એનો અર્થ એ છે કે આપણે બધા ટેલેન્ટેડ છીએ… નાક અને જીભને આગળ-પાછળ કરો અને ટેલેન્ટેડ બની જાઓ’, જ્યારે બીજા યુઝર્સે લખ્યું, ‘આવા સ્ટારકિડ્સ ઈન્ડસ્ટ્રીને બરબાદ કરી રહ્યા છે.’ અન્ય એક યુઝર્સે કહ્યું, ‘હા ભાઈ, જીભ વડે નાકને અડે એ જ એક ટેલેન્ટ છે, એક્ટિંગમાં તો છે નહિ.’

‘લાઈગર’ની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા એમએમએ ફાઇટરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અનન્યા અને વિજય સિવાય રામ્યા કૃષ્ણન અને મકરંદ દેશપાંડે પણ જોવા મળશે. આ બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન કેમિયો રોલ કરશે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.