Amy Jackson Trolled: બ્રિટિશ મૂળની બોલિવુડ એક્ટ્રેસ એમી જેક્સનને કોઈ અલગ ઓળખની જરૂર નથી. બોલિવુડથી લઈને સાઉથની ફિલ્મો સુધી પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવનાર એમી ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ એમી જેક્સને તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. હવે આ ફોટોમાં પોતાના લુકને કારણે એમીને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. એમીના આ ફોટા જોઈને નેટીઝન્સ હવે એક્ટ્રેસની સરખામણી ‘ઓપેનહાઈમર’ ફિલ્મ ફેમ હોલીવુડ સુપરસ્ટાર સિલીયન મર્ફી સાથે કરી રહ્યા છે.
બુધવારે એમી જેક્સને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી. આ તસવીરોમાં એમી રેડ કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. પરંતુ એક્ટ્રેસનો મેકઅપ લુક અને હેર કટ જોઈને નેટીઝન્સને હોલીવુડ એક્ટર સિલિયન મર્ફીની યાદ આવી ગઈ છે.
(PC: Amy Jackson Instagram)
Is Amy Jackson looking like Cillian Murphy or is it the other way around? #AmyJackson #CillianMurphy pic.twitter.com/lA7yUlBkua
— Harshitha (@harshithavk_) September 21, 2023
(Tweet: Harshitha Twitter)
Amy Jackson’s new look is strikingly similar to Cillian Murphy from Peaky Blinders. @iamAmyJackson#AmyJackson #CillianMurphy #PeakyBlinders pic.twitter.com/VIZ29AvfAx
— Muhammed Faris (@acmfaris) September 21, 2023
(Tweet: Muhammed Faris Twitter)
એમી જેક્સનના આ ફોટા પર કોમેન્ટ કરીને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે “તે બિલકુલ મિલિયન મર્ફી જેવી દેખાય છે.” અન્ય યુઝરે લખ્યું કે “તમે ઓપેનહાઈમરમાં અદ્ભુત કામ કર્યું છે.”
આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું છે કે “મને ખબર નથી કે તે તમારો મેકઅપ છે કે કોઈ સર્જરી, પરંતુ ખરેખર તમે તમારા મૂળ સ્વરૂપમાં વધુ સુંદર દેખાશો.” તમારો અગાઉનો દેખાવ 10/10 છે, પરંતુ તમે આવી રીતે સિલિઅન ન બનો. તમે સૌથી સુંદર એમી છો, જેને અમે ફિલ્મોમાં જોઈ છે.” આ રીતે ઘણા લોકો એમી જેક્સનની ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Akhil Mishra Death: ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં કામ કરનાર અભિનેતા અખિલ મિશ્રાનું થયું નિધન
એમી જેક્સન તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. પરંતુ હાલમાં તેનું નામ તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. એક્ટ્રેસ તરીકે એમી જેક્સને હિન્દી સિનેમાથી લઈને દક્ષિણ સિનેમા સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “સિંઘ ઈઝ બ્લિંગ, એક દીવાના થા, આયી, રોબોટ અને યેવડુ” જેવી ઘણી ફિલ્મોના નામ સામેલ છે.