AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાફિકથી બચવા માટે Amitabh Bachchanને અજાણ્યા વ્યક્તિની લીધી મદદ, શેર કર્યો Photo

Amitabh Bachchan Shooting:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ કામ પ્રત્યેના તેમના ડેડિકેશનનું વધુ એક ઉદાહરણ રજૂ કર્યું છે. હાલમાં જ ટ્રાફિકના કારણે તેને શૂટિંગ સેટ પર સમયસર પહોંચવામાં તકલીફ પડી હતી, તેથી તેણે અજાણી વ્યક્તિની મદદ લીધી હતી.

ટ્રાફિકથી બચવા માટે Amitabh Bachchanને અજાણ્યા વ્યક્તિની લીધી મદદ, શેર કર્યો Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:54 AM
Share

Bollywood Superstar Amitabh Bachchan Shootingબોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) માટે કહેવાય છે કે તેઓ સમયને ખુબ મહત્વ લે છે. અભિનેતાઓ તેમની ફિલ્મોના શૂટિંગ દરમિયાન સેટ પર મોડા પહોંચવા માટે ક્યારેય ટેવાયેલા નથી. શિસ્ત તેમના જીવનનો એક અભિન્ન ભાગ છે અને આ સાથે તેઓ શરૂઆતથી આગળ વધ્યા છે. આ રસ્તે ચાલતા અમિતાભ બચ્ચને એવું પગલું ભર્યું, જેના વિશે જાણીને તમે પણ તેમના વખાણ કર્યા વિના નહીં રહી શકો.

આ પણ વાંચો : TMKOC: કેટલાક એન્જિનિયર છે તો કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જાણો શો ‘તારક મહેતા’ના આ સ્ટાર્સ કેટલા ભણેલા છે

અમિતાભ બચ્ચન હાલમાં મુંબઈમાં તેમના અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે બીગ બીનું ડેડિકેશન જોઈ ચાહકો પણ તેના વખાણ કરતા થાકતા નથી. અભિનેતાને હાલમાં જ તેના સેટ પર સમયસર પહોંચવાનું હતુ પરંતુ મુંબઈના ટ્રાફિકના કારણે તે પહોંચી શક્યો નહિ. અમિતાભ બચ્ચને હાલમાં તેના સેટ પર પહોંચવા માટે એક અજાણ્યા વ્યક્તિની મદદ માંગી અને તેની બાઈક પર સવાર થઈ ને નીકળ્યા.

અજાણી અજાણ્યા વ્યક્તિનો માન્યો આભાર

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ દરમિયાન એક ફોટો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ Royal Enfield Himalayan બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. મહાનાયક આરામથી બાઈકની પાછળ બેઠા છે અને જલ્દી સેટ પર પહોંચવા માટેની આતુરતા જોવા મળી રહી છે. ફોટોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી. તમે આ મૂંઝવણભર્યા ટ્રાફિક જામમાં આટલું ઝડપથી કામ કર્યું. પીળા ટી-શર્ટ, શોર્ટ્સ અને કેપના માલિકનો આભાર.

અનેક ફિલ્મોનો ભાગ છે

આના પર કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો હેલમેટ પહેરવાની સલાહ આપી રહ્યા છે, તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન થોડા દિવસોમાં 80 વર્ષના થશે આ દરમિયાન કહી શકાય કે તેઓ આજે પણ અનેક અભિનેતાઓને ટક્કર આપી રહ્યા છે. તે માત્ર ફિલ્મ જ નહિ પરંતુ અનેક ટીવી શો, જાહેરાતમાં પણ કામ કરતા જોવા મળે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">