Pushpa 2 : રિલીઝ થયું ‘પુષ્પા 2’નું ધમાકેદાર પોસ્ટર, ક્રિકેટરે કોમેન્ટ કરી કહ્યું ખુબ સુંદર

|

Apr 02, 2024 | 5:33 PM

વર્ષ 2024માં મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ધ રુલ સાથે જોડાયેલા નવા નવા અપટેડ સામે આવતા રહ્યા છે. ત્યારે હવે મેકર્સે પુષ્પા-2નું એક નવું પોસ્ટર શેર કર્યું છે. સાથે ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે.

Pushpa 2 : રિલીઝ થયું પુષ્પા 2નું ધમાકેદાર પોસ્ટર, ક્રિકેટરે કોમેન્ટ કરી કહ્યું ખુબ સુંદર

Follow us on

જે ફિલ્મની ચાહકો પાર્ટ 1 રિલીઝ થયા ત્યારથી રાહ જોઈ રહ્યા હતા. તેના માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટુંક સમયમાં જ પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થશે એ પહેલા તમને જણાવી દઈએ કે, હાલમાં આ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે.મેકર્સ દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં ચારેબાજુ સિંદુર જોવા મળી રહ્યું છે. આ સિંદુરની આસ-પાસ દીવા પણ જોવા મળી રહ્યા છે તેમજ પગમાં ઝાંઝર બાંધો કોઈ ડાન્સ કરી રહ્યું છે. પુષ્પા ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મના ડાયલોગ પણ સૌને ખુબ પસંદ આવ્યા હતા.

 

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

આ પગ અલ્લુ અર્જુનના જ છે

ચાહકોનું માનવું છે કે, આ પગ અલ્લુ અર્જુનના  છે. આ પહેલા મેકર્સે એક પોસ્ટર શેર કર્યું હતુ. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો હાથ જોવા મળી રહ્યો હતો. ફિલ્મનું ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, મેકર્સે આ ફિલ્મની પહેલી ઝલક શેર કરવા માટે 8 એપ્રિલનો દિવસ પસંદ કર્યો છે. કારણ કે, આ દિવસે સુપર સ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ પણ છે.

 

 

અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ

પુષ્પા 2 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની સાથે થિયેટરમાં અજય દેવગનની ફિલ્મ સિંધમ અગેન પણ રિલીઝ થવાની છે. એટલે કે, ફરી એક વખત બોક્સ ઓફિસ પર સાઉથ અને બોલિવુડની ટકકર જોવા મળશે.અલ્લુ અર્જુનના 42મા જન્મદિવસ પર મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે.

પોસ્ટર જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, જો પોસ્ટર આટલું શાનદાર હોય તો ફિલ્મ કેટલી સારી હશે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરની કોમેન્ટ પણ વાયરલ થઈ રહી છે. ડેવિડે અલ્લુ અર્જુન દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું વાહ ખુબ સુંદર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article