આલિયા-રણબીરની દીકરીનું નામ ફાઈનલ, નીતુ કપૂર થઈ ગઈ ભાવુક

|

Nov 17, 2022 | 9:42 AM

જ્યારે નીતુ કપૂર (Ali Bhatt)ને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. નીતુ તેના સ્વર્ગસ્થ પતિ અને અભિનેતા ઋષિ કપૂર પછી તેની પૌત્રીનું નામ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છે.

આલિયા-રણબીરની દીકરીનું નામ ફાઈનલ, નીતુ કપૂર થઈ ગઈ ભાવુક
આલિયા-રણબીરની દીકરીનું નામ ફાઈનલ
Image Credit source: Instagram

Follow us on

અભિનેત્રી આલિયા ભટ્ટ અને તેના પતિ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરના ઘરે નાના મહેમાનના આગમન બાદ ખુશીનો માહોલ છે. નવા માતા-પિતા તેમની નાની પરી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. જોકે આલિયા અને રણબીરની દીકરીના નામ અને તેની એક ઝલક જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. લિટલ પ્રિન્સેસના નામને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. શું તમે જાણો છો કે રણબીર-આલિયા તેમની દીકરીનું નામ શું રાખશે?

મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો આલિયા અને રણબીર કપુર પોતાની લાડલીનું નામ ઋષિ કપુરના નામ પરથી રાખવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટસની વાત માનીએ તો રણબીર કપુર અને આલિયાએ દિવગંત અભિનેતા ઋષિ કપુરને ટ્રિબ્યુટ આપવાનો નિર્ણય લીધો છે અને પોતાની પુત્રીનું નામ તેની સાથે જોડાયેલું રાખવાનું વિચારી રહ્યા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

 

ટુંક સમયમાં જ થશે પ્લાનની જાહેરાત

નીતુ કપુરને આ વિશે જ્યારે જાણકારી મળી તો તે ખુબ ઈમોશનલ થઈ હતી. પોતાના દિવંગત પતિ ઋષિ કપુરના નામ પર લાડલી પૌત્રીનું નામ સાંભળવા માટે નીતુ કપુર ઉત્સાહિત છે. દાદી બન્યા બાદ નીતુ કપુર ખુબ ખુશ છે તે અનેક વખત તેની પૌત્રીના વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે કપૂર પરિવારે મળીને આલિયા અને રણબીરની દીકરીનું નામ વિચાર્યું છે. ટૂંક સમયમાં આલિયા અને રણબીર પોતાની પુત્રીના નામની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે પ્રેગ્નન્સીથી લઈને દીકરીના જન્મ સુધીના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ પ્રોજેકટ પર કામ કરી રહી છે રણબીર -આલિયા

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપુરની આગામી ફિલ્મ એનિમલ છે. જેના પર તે કામ કરી રહી છે આલિયા ભટ્ટ ટુંક સમયમાં હાર્ટ ઓફ સ્ટોનથી હોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરનારી છે. આ સિવાય કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયાની સામે અભિનેતા રણવીર સિંહ જોવા મળશે. પીઢ અભિનેતા ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

Next Article