Alia Bhatt : આલિયા ભટ્ટને ફરી એકવાર થયો પ્રેમ? જુઓ Viral Video

|

Feb 05, 2023 | 5:42 PM

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે (Alia Bhatt) જિમ કરતી વખતે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તે રણબીર કપૂરના ગીત પર એક્સરસાઇઝ કરતી વખતે એન્જોય કરી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Alia Bhatt : આલિયા ભટ્ટને ફરી એકવાર થયો પ્રેમ? જુઓ Viral Video
Alia Bhatt - Ranbir Kapoor - Shraddha Kapoor
Image Credit source: Instagram

Follow us on

Alia Bhatt Latest Gym Video: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને રેગ્યુલર જિમ કરે છે. એક્ટ્રેસ યુથ માટે ઈન્સ્પિરેશન છે. સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે અને લોકો તેને પસંદ કરે છે. તેની ક્યુટનેસ સિવાય તે પોતાની એનર્જી માટે પણ જાણીતી છે. એક્ટ્રેસે હાલમાં જ જીમમાંથી એક વિડીયો શેયર કર્યો છે જેમાં તે પતિ રણબીર કપૂરના નવા ગીત પર જીમમાં ડાન્સ કરીને એન્જોય કરી રહી છે.

વીડિયો જોઈને તેના ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. કેટલાક લોકો માને છે કે આ ગીત પર તેનું પર્ફોમન્સ અને એક્સપ્રેશન શ્રદ્ધા કપૂર કરતા પણ વધુ સારું છે. આલિયા ભટ્ટે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તે બ્લેક કલરના લૂઝ ડ્રેસમાં છે અને જીમમાં કસરત કરતી જોવા મળે છે. ખુલ્લા વાળમાં એક્ટ્રેસ એકદમ બિન્દાસ થઈને જીમ કરી રહી હતી. તે ખુશ પણ છે કારણ કે તે તેના પતિ રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારનું ગીત ‘તેરે પ્યાર મેં’ સાંભળતી વખતે જીમમાં એક્સરસાઈઝ કરી રહી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ ક્યૂટ વીડિયો જોયા બાદ ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું – મને આ વાઈબ્સ ગમે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે આલિયા હવે થોડી રણબીર જેવી દેખાવા લાગી છે. આ સિવાય એક યુઝરે કોમેન્ટ કરી છે કે આલિયાની સીધી સરખામણી શ્રદ્ધા કપૂર સાથે કરી હતી, જેના પર આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

આલિયાનો નવો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં આલિયા કાર્ડિયો કરી રહી છે અને સાથે જ તે ‘તુ જૂઠી મેં મક્કાર’ના ગીત ‘તેરે પ્યાર’ પર ડાન્સ કરતી અને ગાતી જોવા મળી રહી છે. આ વીડીયોના કેપ્શનમાં આલિયાએ લખ્યું કે, ‘અત્યારે તો માત્ર કાર્ડિયોના પ્રેમમાં છું.’ આલિયા ભટ્ટે શ્રદ્ધા કપૂરને પણ તેના લેટેસ્ટ વીડિયોમાં ટેગ કરી છે.

ફેન્સને શ્રદ્ધા કરતાં વધુ પસંદ આવી આલિયા

અન્ય એક યુઝરે લખ્યું છે કે આલિયાના મૂવ્સ શ્રદ્ધા કરતાં વધુ સારાં છે. કાશ આલિયાએ ઓરિજિનલ સોન્ગ પર ડાન્સ કર્યો હોત. આલિયાના આ વીડિયોને 20 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો રણવીરની અપકમિંગ ફિલ્મ તુ જૂઠી મેં મક્કારનો ફિલ્મનો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે. રણબીર સાથે શ્રદ્ધાની જોડી જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે.

આ પણ વાંચો : Sid Kiara Wedding: લગ્નને સીક્રેટ રાખવા માટે સિદ્ધાર્થ-કિયારાએ લીધો મોટો નિર્ણય, અપનાવ્યો વિકી-કેટરિનાનો આ નિયમ

હોલિવૂડમાં જોવા મળશે આલિયા

આલિયા ભટ્ટની વાત કરીએ તો એક્ટ્રેસની ફિલ્મ આરઆરઆર એ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી હતી. આ સિવાય રણબીર સાથેની તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રની પણ પ્રશંસા થઈ હતી. આલિયાની આ છેલ્લી બે ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન મજબૂત હતું. અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો હવે આલિયા ભટ્ટ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહની અપોઝિટ જોવા મળશે. આ સિવાય તે હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળશે.

Next Article