Bollywood Movie: ફિલ્મ ‘સેલ્ફી’ની સામે આવી તસવીરો, અક્ષય કુમાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે ‘સેલ્ફી’માં

SELFIE: ફિલ્મના પ્રથમ ભાગનું શૂટ શરૂ થઈ ગયું છે. જેના કારણે સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ જોવા મળી રહી છે.

Bollywood Movie: ફિલ્મ સેલ્ફીની સામે આવી તસવીરો, અક્ષય કુમાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે સેલ્ફીમાં
akshay kumar(file Image)
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:45 AM

અક્ષય કુમારની (Akshay Kumar) ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey) અત્યારે લાઇન પર છે, અને તેની આગામી ફિલ્મની રિલીઝની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અક્ષય કુમાર હવે એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સાથે ફિલ્મ ‘સેલ્ફી’માં (Selfie) જોવા મળવાનો છે. આવી સ્થિતિમાં ફિલ્મનું મુહૂર્ત શૂટ કરવામાં આવ્યું છે. જેના કારણે સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી છે.

જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ જોવા મળી રહી છે. અક્ષય કુમારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી આ ફોટો શેયર કર્યો છે. સાથે જ લખાણમાં લખ્યું છે – ‘આજે સેલ્ફીનો પહેલો દિવસ છે. અમને તમારા બધાના આશીર્વાદ અને પ્રાર્થનાની જરૂર છે. અક્ષય સિવાય ધર્મા પ્રોડક્શન તરફથી બે ફોટા પણ સામે આવ્યા છે, જે સેટ પરથી જ છે.

અક્ષય કુમારે  શેર કરી આ તસવીર

અક્ષય કુમાર વર્ષમાં ઓછામાં ઓછી બે ફિલ્મો કરે છે. કોરોના મહામારીના સમયમાં પણ અક્ષય કુમારે ફિલ્મો કરવાનું બંધ કર્યું ન હતું. તેની ફિલ્મો સતત આવતી રહે છે. આ વર્ષે પણ તેની પાસે બેક ટુ બેક પાંચ ફિલ્મોની લાઇનઅપ છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીએ (Emraan Hashmi) તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી હતી. જેમાં તેઓ ‘સેલ્ફી’ લેતા જોવા મળ્યા હતા. આ ફિલ્મનો ટીઝર વીડિયો ફિલ્મમેકર કરણ જોહરે રિલીઝ કર્યો છે.

ધર્મા પ્રોડક્શને પણ ફેન્સ સાથે શેર કરી આ માહિતી

ફિલ્મ ‘સેલ્ફી’ની જાહેરાત બાદ સમાચાર આવ્યા હતા કે, અક્ષય અને ઈમરાન હાશ્મીની સાથે અભિનેત્રી નુસરત ભરૂચા પણ આ ફિલ્મમાં હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પિંકવિલામાં પ્રકાશિત અહેવાલ મુજબ નુસરત આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી છે અને તે ટૂંક સમયમાં બાકીની ટીમ સાથે જોડાશે.

અહીંયા જૂઓ વીડિયો….

નુસરત ‘રામ સેતુ’માં પણ જોવા મળશે

સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત ભરૂચા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફીમાં લીડ લેડીના પાત્રમાં જોવા મળશે. તે આ ફિલ્મનો ખાસ ભાગ બનવા જઈ રહી છે. અક્ષય કુમાર સાથે આ તેની બીજી ફિલ્મ હશે. નુસરત આ ફિલ્મ સિવાય અક્ષય કુમારની ‘રામ સેતુ’માં પણ જોવા મળશે. આ ફિલ્મ અક્ષયના પોતાના પ્રોડક્શનમાં બની રહી છે અને તેનું નિર્દેશન અભિષેક શર્મા કરી રહ્યા છે.

આ પણ  વાંચો: Bollywood News: સ્વરાએ પોતાના પાત્રો અને ફિલ્મો વિશે કરી વાત, ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી મળી લોકપ્રિયતા

આ પણ  વાંચો: Entertainment News: કોણ છે અંજલિ અરોરા ? જે ફેન ફોલોઈંગમાં કંગના રનૌતને પણ આપે છે મ્હાત