અક્ષયના ચાહકો માટે ખૂશખબર, આ તારીખે રિલીઝ થશે ‘ભૂત બંગલા’ નું ટીઝર….

અક્ષય કુમાર માટે વર્ષ 2025 ખૂબ જ સારું માનવામાં આવે છે. 2025 માં અક્ષયની ચાર ફિલ્મો આવી અને બધી બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી. પરંતુ અક્ષયની મોટી હિટ ફિલ્મની રાહ તેના ચાહકો જોઈ રહ્યા છે તે હજુ પણ આવી નથી. આ વર્ષે અક્ષય કુમાર પાસે ત્રણ મોટી ફિલ્મો છે જે રિલીઝ કરવામાં આવશે. શરૂઆત 'ભૂત બંગલા' થી કરવામાં આવશે. જે 10 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ કરવામાં આવશે તેમજ 'ધુરંધર 2' ની રિલીઝ પહેલા શું કરશે તે જાણો.

અક્ષયના ચાહકો માટે ખૂશખબર, આ તારીખે રિલીઝ થશે ભૂત બંગલા નું ટીઝર....
| Edited By: | Updated on: Mar 10, 2026 | 5:26 PM

Bhooth Bangla: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારના ચાહકો તેમની મોટી હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે તેમની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. શરૂઆત “ભૂત બંગલા” થી કરવામાં આવશે. જે 10 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત અક્ષય કુમાર પણ લાંબા સમય પછી પ્રિયદર્શન સાથે જોવા મળશે. આમ તો આ વર્ષે, “હૈવાન” પણ રિલીઝ થશે. જેમાં અભિનેતા અને દિગ્દર્શકની જોડી ફરી દેખાશે. આ યાદીમાં “વેલકમ ટુ ધ જંગલ” પણ શામેલ છે, જેની રિલીઝ તારીખ હજી સુધી ચોક્કસ જાહેર કરવામાં આવી નથી. જો કે, અક્ષયની “ભૂત બંગલા” ને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મનું એક ગીત પણ રિલીઝ થઈ ગયું છે. તેમજ ફિલ્મના ટીઝરનો સમય પણ આવી ગયો છે, જેની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે.

આ તારીખ થશે ટીઝર રિલીઝ

અક્ષય કુમાર લાંબા સમય બાદ હોરર તેમજ કોમેડી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે. ભૂત બંગલાનું પહેલું ગીત રિલીઝ થયું, ત્યારે લોકો વચ્ચે ચર્ચા થવા લાગી હતી કે તેમાં ભૂલ ભુલૈયા જેવી વાઈબ આવે છે. આ ફિલ્મને એકતા કપૂરની ‘બાલાજી ફિલ્મ્સ’ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું ટીઝર થિયેટરોમાં ‘ધુરંદર 2’ સાથે જોડવામાં આવશે. ચાલો જાણીએ, ‘ભૂત બંગલા’ ફિલ્મની ટીઝર રિલીઝ થવાની તારીખ.

‘અક્ષય કુમાર અને પ્રિયદર્શન ‘ દેખાશે એકસાથે  

હોરર અને કોમેડી ફિલ્મ “ભૂત બંગલા” તેના પ્રમોશનલ ઝુંબેશ માટે તૈયારી કરી રહી છે. નિર્માતાઓએ એક ભવ્ય રોલઆઉટની યોજના બનાવી છે. એક અહેવાલ મુજબ “ભૂત બંગલા” નું ટીઝર 12 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે. જે મોટા પડદા પર હોરર અને કોમેડી ફિલ્મ માટે એક મોટી રજૂઆત સુનિશ્ચિત કરશે. ટીઝર લોન્ચ થતા જ ચાહકોની એક અપેક્ષા ‘અભિનેતા અને દિગ્દર્શકને’ સાથે જોવાની રાહનો અંત આવશે. થોડા સમય પહેલા પિંકવિલાના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે “ભૂત બંગલા” નું ટ્રેલર માર્ચના બીજા અઠવાડિયામાં 9 માર્ચથી 18 માર્ચની વચ્ચે ડિજિટલી રિલીઝ થશે.

‘ભૂત બંગલા’ નું આ છે પહેલું ગીત

ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, અસરાની, રાજપાલ યાદવ, તબૂ, મિથિલા પાલકર અને વામિકા ગબ્બી પણ છે. ફિલ્મનું ગીત પ્રીતમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મનું પહેલું ગીત, “રામ જી આકે ભલા કરેંગે”, રિલીઝ થઈ ગયું છે અને તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

“ધ કેરલા સ્ટોરી 2” બોક્સ ઓફિસ પર કરી રહી છે પ્રભાવશાળી કમાણી, જૂઓ આજદીન સુધીની કમાણી… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:26 pm, Tue, 10 March 26

Follow Us