CM યોગીના જન્મદિવસ પર ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું પોસ્ટર રિલીઝ, આ દિવસે ફિલ્મ રિલીઝ થશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તો જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

CM યોગીના જન્મદિવસ પર અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનું પોસ્ટર રિલીઝ, આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
| Updated on: Jun 05, 2025 | 5:03 PM

આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો જન્મદિવસ છે. આ તકે સમ્રાટ સિનેમેટિક્સ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચૂકી છે. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત છે. આ માટે નિર્માતાઓએ સીએમ યોગીના જન્મદિવસ પર આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. તો ચાલો જાણીએ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ની રિલીઝ ડેટ અને પોસ્ટર વિશે.

‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’પોસ્ટર રિલીઝ

‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક ધ મૉન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર પર આધારિત છે. આ ફિલ્મનું પોસ્ટર આજે ગુરુવારના રોજ ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પાત્રમાં અભિનેતા અનંત જોશી ભગવા વસ્ત્રો પહેરી જોવા મળ્યો હતો. તેના ચહેરા પર તેજ અને માથા પર ચંદન પણ જોવા મળ્યું હતુ. આ સાથે પોસ્ટરમાં તે જમીન પર બેસેલો જોવા મળ્યો હતો.

 

 

આ દિવસે ફિલ્મ રિલીઝ થશે

રવિન્દ્ર ગૌતમના નિર્દેશનમાં બની રહેલી ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ફિલ્મ યોગી આદિત્યનાથના જન્મના નામ અજય બિસ્ટથી પ્રેરિત છે. જેને 1 ઓગ્સ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. સમ્રાટ સિનેમાએ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું પોસ્ટર શેર કરી કેપ્શન પણ આપ્યું છે. આના પર લખ્યું જગ છોડા ભગવા ઓઢા,સેવા મે રમ ગયા. એક યોગીજે એકલા આખા આંદોલન બની ગયા યોગી જીના જન્મદિવસ પર શરુ છે અમારી સ્ટોરીનો આરંભ

ફિલ્મે વિશે

રવિન્દ્ર ગૌતમ દ્વારા નિર્દેશિત ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ફિલ્મમાં દિનેશ લાલ યાદવ, અજય મેંગી, પવન મલ્હોત્રી, રાજેશ ખટ્ટર, ગરિમા વિક્રાંત સિંહ અને સરવર આહુજા પણ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ દિલીપ બચ્ચન ઝા અને પ્રિયાંકા દુબે લખી છે. ફિલ્મનું મ્યુઝિક મીટ બ્રોસે તૈયાર કર્યું છે.

યોગી આદિત્યનાથના પિતા હતા ફોરેસ્ટ ઓફિસર, સંન્યાસ લીધા બાદ આ નામ રાખ્યું, જુઓ પરિવાર અહી ક્લિક કરો