Gangubai Kathiwadi: અજય દેવગણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

અજય દેવગણના આ પોસ્ટરને ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે. પોસ્ટરમાં અજય દેવગણ (Ajay Devgn) બ્લેઝર અને ઓફ-વ્હાઈટ પેન્ટ શર્ટ પહેરેલો જોવા મળે છે.

Gangubai Kathiwadi: અજય દેવગણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
Ajay Devgn shares first poster from Gangubai Kathiawadi (file photo)
| Edited By: | Updated on: Feb 03, 2022 | 1:55 PM

Gangubai Kathiwadi Poster: આલિયા ભટ્ટ (Alia Bhatt)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘નું અજય દેવગણ (Ajay Devgn)નું પોસ્ટર સામે આવ્યું છે. પોસ્ટરમાં અજય દેવગણ ખૂબ જ ગુસ્સાવાળા અંદાજમાં સૂટ બૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ (Film)ની કાસ્ટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં અજય દેવગણના આ પોસ્ટરને ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે. પોસ્ટરમાં અજય દેવગણ બ્લેઝર અને ઓફ-વ્હાઈટ પેન્ટ શર્ટ પહેરેલો જોવા મળે છે.

થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતું, જેમાં આલિયાનો ફર્સ્ટ લુક ફિલ્મ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. હવે આ ફિલ્મ Gangubai Kathiwadiના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવી રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આલિયા અને અજયની ફિલ્મનું પોસ્ટર ચાહકો સાથે શેર કર્યું છે. અજય દેવગણનું પોસ્ટર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘માંથી અજય દેવગણનો ફર્સ્ટ લુક, ફિલ્મનું ટ્રેલર આવતીકાલે આવી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

 

 

થોડા દિવસો પહેલા આ ફિલ્મનું આલિયા ભટ્ટ (Gangubai Kathiwadi)નું પોસ્ટર પણ સામે આવ્યું હતું. પોસ્ટરમાં આલિયા ઓફ વ્હાઈટ સાડીમાં જોવા મળી હતી. આલિયા(Alia Bhatt)નું પોસ્ટર જોઈને ચાહકોએ સારી પ્રતિક્રિયા આપી છે. તે જ સમયે તેની માતા સોની રાઝદાને પણ પોસ્ટરની ખૂબ પ્રશંસા કરી. આલિયાએ પોતે આ પોસ્ટર શેર કર્યું હતું, પોસ્ટરમાં આલિયા ખાટલા પર બેઠેલી ગંગુબાઈ તરીકે જોવા મળી રહી છે.

 

 

આ પણ વાંચો : TATA Group ના શેરને અચાનક લાગી પાંખ, 20 દિવસના ઘટાડા બાદ અચાનક શેર અપર સર્કિટ કેમ નોંધાવવા લાગ્યો? જાણો સંપૂર્ણ વિગત અહેવાલમાં