કાર્તિક આર્યનનો (Kartik Aaryan) ઈરાદો આ દિવસોમાં એકદમ મક્કમ છે. તે ધીમે ધીમે પરંતુ સતત તેની ઉડાનને હવે ઝડપી કરી રહ્યો છે. બોલિવૂડમાંથી સફળ હીરોના રુપમાં પોતાની ઓળખ બનાવનાર કાર્તિક આર્યનની હાલમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આવી હતી જેણે ઉમ્મીદ કરતાં વધુ કમાણી કરી હતી. કોરોના મહામારી પછી આ પહેલી આવી ફિલ્મ હતી જે સફળ રહી હતી. હવે તેની સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે કે તે કબીર ખાનની (Kabir Khan) અપકમિંગ ફિલ્મમાં પેરાપ્લેજિક ઓલિમ્પિયનનો રોલ કરવા જઈ રહ્યો છે.
બોલિવૂડના કોરિડોરમાં એવી વાતો ચાલી રહી છે કે કબીર ખાન દ્વારા નિર્દેશિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મમાં કાર્તિક આર્યન એક ‘પેરાપ્લેજિક ઓલિમ્પિયન’ના રોલમાં જોવા મળી શકે છે. કાર્તિકે પોતે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે સ્ટ્રીટ ફાઈટરનો રોલ કરવા જઈ રહ્યો છે. પાત્રનું નેચર એવું છે કે આ માણસ જીવનમાં ખૂબ જ ઊંચો હતો અને સ્ટ્રીટનો સ્માર્ટ છોકરો હતો, પરંતુ તેના ક્રૂર નિયતિને કારણે તે પેરાપ્લેજિયાથી જકડાયો હતો. વિપરીત પરિસ્થિતીઓ સામે લડીને તેણે ઓલિમ્પિકમાં જોરદાર મોટી છાપ ઉભી કરી.
કાર્તિક આર્યને આ ફિલ્મ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતા કબીર ખાન અને સાજિદ નડિયાદવાલાની અને તેના કોલાજમાં એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘આ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે. હું મારા ફેવરેટ ફિલ્મમેકર્સને લઈને અને મારી આ એક્સાઈટીંગ જર્નીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું @kabirkhankk અને #SajidNadiadwala સર.’
એવું પણ જણાવવામાં મળ્યું છે કે આ એક બાયોપિક ફિલ્મ છે. તેથી સ્વાભાવિક છે કે જેની બાયોપિક બની રહી છે તે ઓલિમ્પિયન પાસેથી સંમતિ લેવામાં આવી હશે. એ પણ શક્ય છે કે આ એ જ ફિલ્મ હશે જેની કલ્પના કબીર ખાને રણવીર સિંહને ધ્યાનમાં રાખીને કરી હતી. તે સમયે કબીર ખાન ફિલ્મ ’83’ પૂરી કરવામાં બિઝી હતા. આ ફિલ્મને પણ સાજિદ નડિયાદવાલાએ જ પ્રોડ્યુસ કરી હતી.
ઈટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે સ્વીકાર્યું હતું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. ફિલ્મ ’83’ અને ‘સ્ત્રી’ના રાઈટર સુમિત અરોરાએ આ ફિલ્મ લખી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ક્રિપ્ટથી કબીર ખાન, સાજિદ નડિયાદવાલા અને એક્ટર કાર્તિક આર્યન પણ ઘણા ખુશ છે.
બોલિવૂડ ન્યૂઝ મુજબ સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિક આર્યનની આ બીજી ફિલ્મ હશે જેનું નિર્દેશન કબીર ખાન કરશે. સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિકની પહેલી ફિલ્મ છે ‘સત્યનારાયણ કી કથા’. ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ સાજિદ નડિયાદવાલા કાર્તિક આર્યનથી ખૂબ જ પ્રભાવિત છે.