AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ વિક્કી અને કેટરીના બનશે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી, એક્ટ્રેસે કર્યો ખુલાસો

વિક્કી કૌશલ (Vicky Kauhal) અને કેટરીના કૈફ (Katrina Kaif) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે કેટરીનાની નજીકની મિત્ર અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો છે કે વિક્કી અને કેટરીના તેના નવા પડોશી બની ગયા છે.

લગ્ન બાદ વિક્કી અને કેટરીના બનશે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી, એક્ટ્રેસે કર્યો ખુલાસો
Vicky-Katrina Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 9:42 AM
Share

બોલિવૂડ સુપર કપલ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ફેન્સ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ દિવસ આવી ગયો છે અને લગ્નની તસવીરો પણ સામે આવી છે. વિક્કી અને કેટરિનાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.

જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. લગ્ન પહેલા એવા અહેવાલ હતા કે વિક્કી અને કેટરીના લગ્ન પછી અનુષ્કા અને વિરાટ કોહલીના પડોશી બની જશે. હવે આ સમાચાર પર અનુષ્કા શર્માએ મહોર મારી દીધી છે. અભિનેત્રીએ પુષ્ટિ કરી છે કે વિરાટ અને અનુષ્કા તેના નવા પડોશી છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કેટરિના અને વિક્કીએ સી-ફેસિંગ બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. આ બિલ્ડિંગમાં અનુષ્કા તેના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે રહે છે.

વિક્કી અને કેટરીનાએ સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા વિક્કી અને કેટરીનાએ ગુરુવારે રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નના સાત ફેરા લીધા. લગ્ન બાદ વિક્કી અને કેટરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે નવવિવાહિત કપલને શુભેચ્છા પાઠવી હતી. કેટરિના અને અનુષ્કા વચ્ચે સારું બોન્ડિંગ છે.

અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “બે સુંદર લોકોને અભિનંદન. હું તમને બંનેને પ્રેમથી ભરેલું જીવન ઈચ્છું છું.” અફવાઓને સમર્થન આપતા, તેણે આગળ લખ્યું, “તેમ પણ આનંદ થયો કે તમે આખરે લગ્ન કરી લીધા છે તેથી હવે તમે તમારા ઘરમાં જઈ શકો છો અને અમે નિર્માણનો અવાજ સાંભળવાનું બંધ કરી શકીએ છીએ”. અનુષ્કા અને કેટરીનાએ ‘જબતક હૈ જાન’ અને ‘ઝીરો’માં સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મોમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો.

કેટરીના કૈફે લાલ રંગનો લહેંગા પહેર્યો છે. બીજી તરફ, વિક્કીએ ઓફ-વ્હાઈટ શેરવાની પહેરી છે. બંનેએ સબ્યસાચીના ડિઝાઈનના પોશાક પહેર્યા છે. સબ્યસાચીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું કે કેટરીનાના લહેંગામાં પંજાબી ટચ આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે અભિનેત્રીએ તેના આઉટફિટ સાથે ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પહેરી છે.

વિક્કી અને કેટરીના વિશે વાત કરવામાં આવે તો બંનેએ ગુરુવારે પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્નની વિધિ 7 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. આ લગ્નમાં નેહા ધૂપિયા, મિની માથુર, ગુરદાસ માન, શર્વરી વાળા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર, વિક્કી અને કેટરીના મુંબઈમાં તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ પછી બંને હનીમૂન માટે માલદીવ જઈ શકે છે.

આ પણ વાંચો : 83 film : રણવીર સિંહની ફિલ્મ 83ની મુશ્કેલી વધી, UAEની કંપનીએ નિર્માતાઓ પર છેતરપિંડીનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો : કૃષિ મંત્રાલયે ડ્રોનથી જંતુનાશક છંટકાવને લઈને જાહેર કરી SOP, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">