અભિષેક બચ્ચનની અનોખી સ્ટાઇલ, સોશિયલ મીડિયા પર ડબલ વોચ લુક વાયરલ…

Abhishek Bachchan : અભિષેક બચ્ચન તાજેતરમાં એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જ્યાં તેઓ બંને હાથમાં ઘડિયાળ પહેરેલા જોવા મળ્યા હતા. તેમના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અભિષેક બચ્ચનની અનોખી સ્ટાઇલ, સોશિયલ મીડિયા પર ડબલ વોચ લુક વાયરલ...
| Edited By: | Updated on: Mar 25, 2026 | 3:32 PM

અભિનેતા અભિષેક બચ્ચન તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાંથી તેમના ઘણા ફોટા સામે આવ્યા હતા. ફોટાઓમાં અભિનેતા કાળા રંગના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. પરંતુ તેમના હાથમાં રહેલી ઘડિયાળે લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું હતું.

અભિનેતાના બંને હાથમાં જોવા મળી ઘડિયાળ

અભિનેતા બંને હાથમાં ઘડિયાળ પહેરેલા જોવા મળ્યા. અભિષેકે એક હાથમાં સોનેરી ઘડિયાળ અને બીજા હાથમાં કાળી ઘડિયાળ પહેરી હતી. જે ઘણી મોંઘી દેખાતી હતી. ઉપરાંત આ ઇવેન્ટના તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

બને હાથમાં ઘડિયાળ જોઈ લોકોમાં અનેક પ્રશ્નો

અભિનેતાને બને હાથમાં ઘડિયાળ પહેરી જોઈ લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ કોઈ ફેશન નથી, પરંતુ આ બચ્ચન પરિવારની પરંપરા છે. અભિષેક બચ્ચનના પિતા અને મોટા અભિનેતા અમિતાભ બચ્ચન પણ બંને હાથમાં ઘડિયાળ પહેરે છે.

જયા બચ્ચન પણ પહેરે છે બંને હાથમાં ઘડિયાળ

અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે આ ટ્રેન્ડ તેમની માતા જયા બચ્ચનથી શરૂ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, યુરોપમાં તેના બોર્ડિંગ સ્કૂલના દિવસોમાં અભિષેકની માતા ભારત અને યુરોપ બંનેના સમયનો ખ્યાલ રાખવા માટે બે ઘડિયાળો પહેરતી હતી. આ રીતે તેઓ સ્થાનિક સમય અનુસાર અભિષેક સાથેની તેની વાતચીતનું સંકલન કરી શકતી હતી. સમય જતાં, અમિતાભ બચ્ચને પણ આ આદત અપનાવી.

નાસભાગના પીડિતોને અપાશે સન્માન, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાયમ માટે ખાલી રખાશે 11 સીટો, જાણો સંપૂર્ણ કારણ … વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 3:32 pm, Wed, 25 March 26

Follow Us