AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : સુષ્મિતા સેનના હાથમાં જોવા મળી તલવાર, વીડિયો થયો વાયરલ, જાણો કારણ

Sushmita Sen: હાલમાં સુષ્મિતા સેન તેની અપકમિંગ વેબ સિરીઝ ‘આર્યા 3’ના (Aarya 3) શૂટિંગમાં વ્યસ્ત છે. ફેન્સ "આર્યા 3" માટે ખૂબ જ એક્સાઈટેડ છે. સુષ્મિતા સેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : સુષ્મિતા સેનના હાથમાં જોવા મળી તલવાર, વીડિયો થયો વાયરલ, જાણો કારણ
Sushmita Sen
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 6:36 PM
Share

સુષ્મિતા સેન (Sushmita Sen) હાલમાં આર્યા 3 ના શૂટિંગમાં બિઝી છે. ખાસ કરીને આ સિરીઝ માટે એક્ટ્રેસ કલારીપયટ્ટુની ટ્રેનિંગ લઈ રહી છે. શુક્રવારે સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સેલિબ્રિટી ટ્રેનર સુનીલ સાથે ભારતીય માર્શલ આર્ટ ફોર્મ કલારીપયટ્ટુ શીખતી જોવા મળે છે. પોસ્ટ શેર કરતી વખતે સુષ્મિતાએ ટ્રેનરનો આભાર માન્યો હતો.

સુષ્મિતાએ ટ્રેનરનો આભાર માન્યો

ફેમસ વીડિયોમાં એક્ટ્રેસ પહેલા ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લેતી જોવા મળે છે અને ત્યારબાદ તે પોતે જોરદાર રીતે તલવારબાજી કરે છે. પોસ્ટ શેર કરતા સુષ્મિતાએ લખ્યું- ‘તમે અનોખા છો સર! તમારા માટે અને કલારીપયટ્ટુની કળા માટે ઘણો પ્રેમ અને આદર. અમે અહીં આર્ય 3 માટે તૈયારી કરી રહ્યા છીએ. સુષ્મિતાની આ પોસ્ટનો જવાબ આપતા સેલિબ્રિટી ટ્રેનરે કહ્યું- સુંદર શબ્દો માટે આભાર મેમ. આર્યા 3 પર તમારી અને ટીમ સાથે કામ કરવું એ સન્માનની વાત હતી.

ફેન્સે સુષ્મિતાને આપ્યું પ્રોત્સાહન

સોશિયલ મીડિયા પર સુષ્મિતાનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસના ફેન્સ આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને કોમેન્ટ સેક્શનમાં લખ્યું- કેટલું જબરદસ્ત કમબેક, ક્વીન. અન્ય એક ફેને લખ્યું છે કે ‘તમે એક પ્રેરણા છો.’ આ સિવાય અન્ય એક ફેને કહ્યું અમે આર્યા 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

સેટ પર પરત ફર્યા બાદ સુષ્મિતાએ શેર કર્યો હતો વીડિયો

હાર્ટ એટેકમાંથી સ્વસ્થ થયા પછી એક્ટ્રેસ આર્યા 3 ના સેટ પર પાછી ફરી અને એક વીડિયો શેર કર્યો. તે વીડિયોમાં એક્ટ્રેસ પહેલીવાર તલવારબાજી કરતી જોવા મળી હતી. પછી એક્ટ્રેસની કુશળતાએ ફેન્સનું ધ્યાન આકર્ષિત કર્યું.

સુષ્મિતાને આર્યા 3 ના સેટ પર આવ્યો હતો હાર્ટ એટેક

હાલમાં જ આર્યા 3માં સુષ્મિતા સાથે કામ કરી રહેલા એક્ટર વિકાસ કુમારે જણાવ્યું હતું કે આર્યાના શૂટિંગ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ તેણે સેટ પર કોઈને પણ આ વિશે કોઈ માહિતી આપી ન હતી. સેટ પરની ટીમને પણ સુષ્મિતાના હાર્ટ એટેક વિશે સોશિયલ મીડિયા દ્વારા જ ખબર પડી હતી. વિકાસે કહ્યું હતું કે સુષ્મિતા તેની તબિયત વિશે કોઈ અવાજ ઉઠાવવા માંગતી ન હતી, તેથી તેણે આ વિશે કોઈને કહ્યું ન હતું.

આ પણ વાંચો: The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ

પોસ્ટ દ્વારા મળી હતી સુષ્મિતાને હાર્ટ એટેકની માહિતી

સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના હાર્ટ એટેકની માહિતી આપી હતી. આ સાથે તેણે પોતાની એન્જિયોપ્લાસ્ટી વિશે પણ જણાવ્યું હતું. પોસ્ટમાં સુષ્મિતાએ તેમની મદદ કરનારાઓનો આભાર માન્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">