Lal Singh Chadha : આમિરની લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રિલીઝ થવાને માત્ર એક જ દિવસનો સમય બાકી, જાણો મેગા સિટીમાં ચાહકોનો ઉત્સાહ

|

Aug 10, 2022 | 12:09 PM

આ ઓગસ્ટ (August) મહિનો ફિલ્મપ્રેમી દર્શકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે તેઓને આ મહિનામાં ઘણી એવી ફિલ્મો જોવા મળશે. જે માત્ર શ્રેષ્ઠ જ નથી પરંતુ પડદા પર તેમની જોરદાર સ્પર્ધા પણ જોવા મળશે. આ મહિનામાં ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આમીર ખાન (Aamir Khan) ‘લાલ સિંહ ચઢ્ઢા’થી (Lal Singh Chadha) ચાર વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે,

Lal Singh Chadha : આમિરની લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રિલીઝ થવાને માત્ર એક જ દિવસનો સમય બાકી, જાણો મેગા સિટીમાં ચાહકોનો ઉત્સાહ
લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવાને માત્ર એક દિવસ બાકી
Image Credit source: Twitter

Follow us on

Lal Singh Chadha : આ ઓગસ્ટ (August) મહિનો ફિલ્મપ્રેમી દર્શકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે તેઓને આ મહિનામાં ઘણી એવી ફિલ્મો જોવા મળશે. જે માત્ર શ્રેષ્ઠ જ નથી પરંતુ પડદા પર તેમની જોરદાર સ્પર્ધા પણ જોવા મળશે. આ મહિનામાં ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આમીર ખાન (Aamir Khan)લાલ સિંહ ચઢ્ઢા’થી (Lal Singh Chadha) ચાર વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે,

આમિર ખાન અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સથી સજેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ મેકર્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રિમેક છે.આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને તેને બોયકોટ કરવાની માગ થઈ રહી છે. એટલું જ નહીં આમિર ખાન અને કરીના કપૂરની આ ફિલ્મ ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી હતી. ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડમાં જોવા મળ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે આમિરની લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રિલીઝ થવાને હવે માત્ર એક જ દિવસનો સમય બાકી છે.

આજે આ અહેવાલમાં નજર નાંખીશું કે, લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવાને માત્ર એક દિવસ બાકી છે. ત્યારે લોકોને આ ફિલ્મને લઈ કેટલો ઉત્સાહ છે.આ અહેવાલમાં અન્ય ટિકીટો એવી પણ છે જે તમે સીધા જ થિયેટરમાં જઈને બુક કરાવી શકો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આજે આપણે ટોપ 10 સીટીમાં લાલ સિંહ ચઢ્ઢાને લઈ લોકોનો કેટલો ઉત્સાહ છે તે વિશે જાણીશું

અમદાવાદ

19 Cinema: સાઉથ બોપલ અમદાવાદમાં આવેલા થિયેટરમાં હજુ સુધી એક પણ ટિકીટ લાલ સિંહ ચઢ્ઢા માટે બુક થઈ નથી.

 

AB Miniplex: શિવરંજિની ક્રોસ રોડ, સેટેલાઇટમાં આવેલા થિયેટરમાં માત્ર 2 ટિકીટનું જ બુકિંગ થયું છે

 

મુંબઈ

મુંબઈ જેવા મેગા સિટીમાં G7 Multiplex: Bandra (W) માં આવેલા થિયેટરમાં પણ માત્ર 63 ટિકીટનું જ બુકિંગ થયુ છે એટલે હજુ મોટા ભાગની સીટ ખાલી છે.

 

વસઈમાં આવેલા K Movie Star Multiplex: Vasai થિયેટરમાં હજુ સુધી એક પણ ટિકીટનું બુકિંગ થયું નથી. મુંબઈ જેવા મેગા સિટી કે જ્યાં બોલિવુડ સ્ટારનો દબદબો છે ત્યાં પણ હજુ સુધી એક પણ ટિકીટનું બુકિંગ ન થવું તે લાલ સિંહ ચઢ્ઢાની ટીમ માટે ચિંતાનો વિષય કહી શકાય

 

દિલ્હી

લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.ત્યારે ફિલ્મના ચાહકો પહેલા થી જ ટિકીટનું બુકિંગ કરાવી લે છે. ત્યારે દિલ્હીમાં આવેલા INOX: MSX Mall, Greater Noida સિનેમાઘરમાં માત્ર 14 ટિકીટનું જ બુકિંગ થયું છે.

 

PVR: Gaur City, Greater Noidaમાં પણ માત્ર માત્ર 16 ટિકીટનું બુકિંગ થયું છે.

 

બેંગ્લુરુ

બેંગ્લુરુમાં આવેલા Fun Cinemas: Sigma Mallમાં ખુબ ઓછી એટલે કે 41ટિકીટનું જ બુકિંગ જોઈ શકાય છે.

Cinepolis Nexus Shantiniketan, Bengaluruમાં 28 ટિકીટનું બુકિંગ હાલમાં જોવા મળી રહ્યું છે.

 

 

 

હૈદરાબાદ

હૈદરાબાદમાં આવેલા બીવીકે મલ્ટીપ્લેક્સ વિજ્યાલક્ષ્મી એલબી નગરમાં 36 સીટનું બુકિંગ થયું છે.

 

સિનેપોલિસ: એશિયન સિનેસ્ક્વેર મલ્ટિપ્લેક્સ: ઉપ્પલ, હૈદરાબાદમાં 84  ટિકીટનું બુકિંગ થયું છે.

 

 

 

ચંદીગઢ

સિનેપોલિસ: જગત મોલ, ચંદીગઢમાં 20 ટિકીટનું જ બુકિંગ હાલમાં જોવા મળી રહ્યું છે.

ચેન્નઈ

ચેન્નઈમાં આવેલા EVP Cinemas: Chennai થિયેટરમાં હજુ સુધી 22 ટિકીટનું બુકિંગ જોવા મળી રહ્યું છે.

 

PVR: હેરિટેજ RSL ECR, ચેન્નાઈમાં 53 ટિકીટ બુક થઈ છે.

 

પુણે

સિનેપોલિસ: નેક્સસ વેસ્ટેન્ડ મોલ ઔંધ, પુણેમાં કુલ 15 ટિકીટ બુક થઈ છે.

 

City Pride: Satara Roadમાં 28 ટિકીટનું બુકિંગ થયું છે.

 

કોલકત્તા

કોલકત્તામાં આવેલા અશોકા સિનેમા: બેહાલામાં 17 ટિકીટનું બુકિગ થયુ છે. કેટલીક ટિકીટ એવી પણ હોય છે જેનું થિયેટરમાં જ બુકિંગ કરાવી શકાય છે.

 

સિનેપોલિસ: એક્રોપોલિસ મોલ, કોલકાતામાં હાલમાં 33 સિટનું બુકિંગ જોવા મળી રહ્યું છે.

 

કોચી

સિનેપોલિસ: સેન્ટર સ્ક્વેર મોલ, કોચીમાં 18 ટિકીટનું બુકિંગ થયું છે.

 

પીવીઆર: લુલુ (ગોલ્ડ), કોચીમાં 21 ટિકીટનું બુકિંગ થયું છે.

 

 

નોંધઃ- ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનુ ઓનલાઈન કરાતા બુકીગના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. 11 ઓગસ્ટના રોજ દેશના વિવિધ સિનેમાગૃહોમાં ઓનલાઈન બુકીગની સ્થિતિ શુ છે તેના આધારે અહેવાલમાં વિગતોનો સમાવેશ કર્યો છે.

Next Article