શાહરૂખ ખાનને લાલ સિંહ ચઢ્ઢા બતાવવા આમિર પહોંચ્યો ‘મન્નત’, કિંગ ખાને આપી પ્રતિક્રિયા

આ પહેલા પણ આમિર ખાને તેના મિત્ર શાહરૂખાને ઘણી ફિલ્મો બતાવી છે. ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં શાહરૂખ ખાન કેમિયો રોલમાં જોવા મળશે.

શાહરૂખ ખાનને લાલ સિંહ ચઢ્ઢા બતાવવા આમિર પહોંચ્યો 'મન્નત', કિંગ ખાને આપી પ્રતિક્રિયા
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ પહેલા જ વિવાદમાં આવી
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 09, 2022 | 3:27 PM

Laal Singh Chaddha : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન (Aamir Khan) તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha )ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આમિર ખાન પણ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આમિર ખાને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ પોતાની ફિલ્મ બતાવી છે.

મન્નતમાં મળ્યા શાહરુખ અને આમિર

મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર આમિર ખાન પોતાના મિત્ર શાહરુખ ખાનના ઘર મન્નત પહોચ્યો હતો. જ્યાં આમિર ખાન પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા શાહરુખ ખાનને બતાવી હતી. જાણવામાં આવી રહ્યું હતુ કે, આમિર ખાન 5 ઓગસ્ટના રોજ શાહરુખ ખાનને મળવા માટે તેના ઘરે ગયા હતા. જ્યાં બંન્ને સ્ટારે સાથે મળીને ફિલ્મ જોઈ હતી. બોલિવુડ સ્ટાર ફિલ્મ જોયા બાદ શાહરુખ ખાને પ્રતિક્રિયા પણ આપી હતી. બંન્ને એક સારા મિત્ર છે અને અનેક વિષયો પર તેઓ વાતચીત કરતા હોય છે.

શાહરૂખને ‘લાલ સિંહ ચઢ્ઢા’ પસંદ આવી

શાહરૂખ ખાને પણ ફિલ્મ જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કિંગ ખાનને આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ જોયા બાદ પસંદ આવી હતી. તેણે આમિર ખાનની એક્ટિંગની પણ જોરદાર પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા આમિર ખાને તેના મિત્ર શાહરૂખને ઘણી ફિલ્મો બતાવી છે. અહેવાલો અનુસાર, બંનેએ એકબીજા સાથે લાંબા સમય સુધી વાત કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં

હાલમાં જ બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. બોયકોટ લાલ સિંહ ચડ્ઢા ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર હજુ પણ તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન આમિર ખાને અપીલ કરી અને કહ્યું કે ફિલ્મ જોયા વિના બહિષ્કાર ન કરો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati