AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુર્જ ખલીફા પર છવાયો રણવીર સિંહ, ’83’ની ઝલક દેખાતા દીપિકા પાદુકોણે આપી આવી પ્રતિક્રિયા

રણવીર સિંહ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. દીપિકા તેની પત્ની રોમીના રોલમાં જોવા મળશે. આ સિવાય પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, તાહિર રાજ ભસીન, હાર્દિક સંધુ અને સાહિલ ખટ્ટર સહિત ઘણા સ્ટાર્સ છે.

બુર્જ ખલીફા પર છવાયો રણવીર સિંહ, '83'ની ઝલક દેખાતા દીપિકા પાદુકોણે આપી આવી પ્રતિક્રિયા
A glimpse of '83' was shown on Burj Khalifa
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:59 AM
Share

બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા રણવીર સિંહ (Ramveer Singh) હાલમાં પોતાની આવનારી ફિલ્મ ’83’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની પત્ની અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. જે આ ફિલ્મમાં તેની પત્નીનો રોલ કરી રહી છે. આ કપલ હાલમાં દુબઈમાં છે, જ્યાં તેમને એક શાનદાર ભેટ મળી છે. સૌથી ઊંચા ટાવર બુર્જ ખલીફા પર ’83’નું મોન્ટાજ બતાવવામાં આવ્યું હતું. બંને સ્ટાર્સે આ દૃશ્ય જોયું અને તેમની ખુશીનો પાર ન રહ્યો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by @deepveerparadiso

આ વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બુર્જ ખલીફાની એકદમ નજીક ઉભા છે. આ સૌથી ઊંચા ટાવર પર ’83’ની ઝલક દેખાતા જ ત્યાં હાજર લોકો ખુશ થઇ જાય છે. દીપિકા માટે પણ આ ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તેણે રણવીરનો હાથ પકડ્યો છે.

રણવીર અને દીપિકાનો અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે બુર્જ ખલીફા પર ’83’ની ઝલક પહેલાનો છે. આ વીડિયોમાં દીપિકા પણ કંઈક બોલતી જોવા મળી રહી છે અને બંને ખૂબ જ ખુશ છે.

આ ખાસ અવસર પર રણવીર અને દીપિકા અતરંગી લુકમાં જોવા મળી રહ્યા છે. જ્યાં દીપિકાએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તો રણવીર ગોલ્ડન કલરના ટોપ, શૂઝ અને ચશ્મામાં જોવા મળ્યો હતો.

રણવીર અને દીપિકાનું દુબઈમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન પણ હાજર હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને અનેક સવાલોના જવાબ આપ્યા.

ફિલ્મ ’83’ની વાત કરીએ તો તેમાં રણવીર સિંહ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. દીપિકા તેની પત્ની રોમીના રોલમાં જોવા મળશે. આ સિવાય પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, તાહિર રાજ ભસીન, હાર્દિક સંધુ અને સાહિલ ખટ્ટર સહિત ઘણા સ્ટાર્સ છે. 24 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં વર્ષ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની સોનેરી ક્ષણ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો –

Ahmedabad: AMC ની તિજોરી ખાલી? મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સ્વીકારી આ વાત! કોન્ટ્રાક્ટરોને 212 કરોડ ચૂકવવાના બાકી

આ પણ વાંચો –

આતંકવાદ અંગે USAના રિપોર્ટમાં દાવો – ભારત આતંકવાદીઓને ઠેકાણે પાડવા સક્ષમ, મસૂદ અઝહર અંગે પાકિસ્તાનની ખોલી પોલ

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 17 ડિસેમ્બર: આ સમયે રોકાણ સંબંધિત કોઈ પ્લાનિંગ માટે સમય અનુકૂળ નથી, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">