સલમાન ખાનનો જબરો ફેન, 1100 કિલોમીટર સાયકલ ચલાવીને એક્ટરને મળવા આવ્યો ફેન

|

Jan 02, 2023 | 9:50 PM

Man Pedalled 1100 Km To Meet salman Khan: જબલપુરમાં રહેનાર એક વ્યક્તિ સલમાન ખાનને (salman Khan) મળવા માટે 1100 કિમી સાયકલ ચલાવીને મુંબઈ પહોંચ્યો. સલમાન ખાન સાથે સમીરની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સલમાન ખાનનો જબરો ફેન, 1100 કિલોમીટર સાયકલ ચલાવીને એક્ટરને મળવા આવ્યો ફેન
salman khan fan
Image Credit source: Instagram

Follow us on

Man Pedalled 1100 Km To Meet salman Khan: સલમાન ખાનને આજના સમયનો બોલિવૂડનો સૌથી મોટો સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે પોતાની એક્ટિંગ અને દબંગ અંદાજથી લોકો પર એવો જાદુ ચલાવી દીધો કે આજે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેના ફેન્સ છે. સલમાન વિશે એવું કહેવાય છે કે તેની ફેન ફોલોઈંગ જોરદાર છે કે તેની મોટાભાગની ફિલ્મો તેના નામથી જ હિટ થઈ જાય છે. વર્ષ 1992માં આવેલી ફિલ્મ દીવાનાનું ગીત ‘એસી દિવાનગી દેખી નહીં કહીં’ ખૂબ જ પોપ્યુલર થયું હતું. આજે તમને સલમાન ખાનના આવા જ એક ફેનની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે હેરાન થઈ જશો. પરંતુ હવે સલમાન ખાનના એક ફેને તેને મળવા માટે સાઈકલ દ્વારા હેરાન કરી દે એટલું સફર સાયકલ કર્યું છે.

સાયકલ દ્વારા 1100 કિલોમીટરની યાત્રા

સલમાન ખાનના આ ફેનનું નામ સમીર છે, જે જબલપુરમાં રહે છે. સમીરે સલમાન ખાનને મળવા માટે જબલપુરથી મુંબઈ સુધીની 1100 કિલોમીટરની સફર સાયકલ પર કરી છે. હાલમાં સલમાન ખાન સાથે સમીરની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને જોઈને એવું લાગે છે કે સલમાને આ જબરા ફેનનું દિલ તોડ્યું નથી, તેને મળ્યો અને ફોટોઝ પણ ક્લિક કર્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

સલમાન ખાન સાથે સમીરની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં સમીર તેના ફેવરિટ સુપરસ્ટાર સાથે કેમેરાની સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સમીરની સાયકલ પણ જોવા મળી રહી છે, જેના દ્વારા તે સલમાન ખાનને મળવા પહોંચ્યો હતો.

સાયકલ પર સલમાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમન લખેલું છે. આ સાથે જ આગળ એક બોર્ડ છે જેના પર લખ્યું છે કે ‘ચલો ઉનકો દુઆએ દેતે ચલે. જબલપુર ટૂ મુંબઈ, દીવાના મૈં ચલા. સલમાન માટેની આ વ્યક્તિની દિવાનગી જોઈને તમે પણ આ વાતનો અંદાજ લગાવી શકો છો કે તે ભાઈજાનનો ઘણો મોટો ફેન છે. હવે આ વ્યક્તિની દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે.

Next Article