FIFA World Cup 2022 : આજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી છે જોરદાર તૈયારી

|

Nov 29, 2022 | 2:02 PM

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી નોરા ફતેહી FIFA World Cup 2022માં પરફોર્મ કરવા માટે તૈયાર છે. તેના અભિનય પહેલા, અભિનેત્રીને કતારના એક સ્ટેડિયમમાં તેના ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

FIFA World Cup 2022 : આજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી છે જોરદાર તૈયારી
nora in fifa world cup 2022

Follow us on

કતારમાં 20 નવેમ્બરથી શરૂ થયેલા FIFA World Cup 2022માં આજે નોરા પોતાના શાનદાર ડાન્સથી ધૂમ મચાવશે. તેના માટે નોરાએ જોરદાર તૈયારી કરી છે. જેનો વીડિયો તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરનિયાન નોરા પોતાના પરફોર્મન્સ માટે બહુ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા પોતાના ગૃપ સાથે પરસેવો પાડતી જોવા મળે છે. આ વીડિયોને જોઈને ફેન્સ પણ નોરાના ડાન્સની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે તૈયાર

આ પહેલા જ FIFA સાઈટ પર એક પ્રેસ રિલીઝમાં નોરાએ કહ્યું કે, ફીફા ફેન ફેસ્ટિવલ એક અમેઝિંગ એક્સપિરિન્સ થયો છે. દૂનિયાભરના ફેન્સને અરબની સંસ્કૃતિ સાથે પરિચય કરાવશે. જે મારી વાત નો પણ ભાગ છે. આપણે બધા મળીને એક શાનદાર ફૂટબોલ પાર્ટી મનાવી શકીશું. અમારી ટીમ એક ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે ઘણા સરપ્રાઈઝ તૈયારી કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

FIFA World Cupમાં પહોંચી નોરા

આજે પરફોર્મન્સ આપવા માટે નોરા કતાર પહોંચી ગઈ છે. વાસ્તવમાં, નોરા વર્લ્ડ કપના ગીત ‘લાઇટ ધ સ્કાય’માં ગીત ગાય છે અને તેને દર્શાવી રહી છે. હવે પરફોર્મન્સ પહેલા એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં નોરા સ્ટેડિયમમાં પોતાના ગીત પર ડાન્સ કરી રહી છે.

‘સાકી-સાકી ગર્લ’ સ્ટેડિયમમાં તેના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

નોરા કતાર પહોંચી ગઈ છે અને ત્યાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના પરફોર્મન્સનો નથી, પરંતુ કતારના ફૂટબોલ સ્ટેડિયમનો છે જ્યાં નોરા મેચ જોવા આવી હતી. નોરા રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થાય ત્યારે મેચ શરૂ થવાની રાહ જોઈને સ્ટેન્ડમાં ઉભી છે. આવી સ્થિતિમાં નોરા પણ તે ગીત ગાઈ રહી છે અને તેના પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે.

Published On - 12:40 pm, Tue, 29 November 22

Next Article