1920 Horrors of the Heart: દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ રહી અવિકા ગૌરની ફિલ્મ, ત્રીજા દિવસે કરી સૌથી વધુ કમાણી
વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ '1920 હોરર્સ ઓફ હાર્ટ'ની વાર્તા લોકોને સિનેમાઘરોમાં ખેચી લાવવા સફળ રહી છે આ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટે લખી છે. અવિકા ગૌર સ્ટારર ફિલ્મે રિલીઝ થયાના ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કલેક્શન કર્યું છે.

1920 Horrors of the Heart Collection Day 3: આ સમયે સિનેમાઘરોમાં એક હોરર ફિલ્મે દસ્તક દીધી છે. જો કે બીજી તરફ પ્રભાસની આદિપુરુષ પણ સિનેમાઘરોમાં છે પણ પહેલા દિવસની કમાણી બાદ આદિપુરુષ કઈ ખાસ કમાણી કરી શકી નથી. તેમજ વિવાદો વચ્ચે ઘેરાયેલી આ ફિલ્મને જોવાનો લોકો રસ દાખવી રહ્યા નથી. ત્યારે હાલ વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘1920 હોરર્સ ઓફ હાર્ટ’ની વાર્તા લોકોને સિનેમાઘરોમાં ખેંચી લાવવા સફળ રહી છે આ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટે લખી છે. અવિકા ગૌર સ્ટારર ફિલ્મે રિલીઝ થયાના ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કલેક્શન કર્યું છે.
ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી
મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની આ ફિલ્મ ‘1920 હોરર્સ ઓફ ધ હાર્ટ’ હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મ લિમિટેડ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. sacnilkના અહેવાલ મુજબ, ફિલ્મે શરૂઆતના દિવસે 1.64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે શનિવારે આ આંકડો 2.05 કરોડ રૂપિયા રહ્યો હતો. તે જ સમયે, ફિલ્મે રવિવારે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી રૂ. 2.25 કરોડ કરી હતી. એકંદરે ફિલ્મે ત્રણ દિવસમાં 5.94 રૂપિયાની કમાણી કરી લીધી છે.
Impressive 1st Weekend for#1920HorrorsOfTheHeart ! Day 3 Pvr inox 75.50 lacs Cinepolis 26 lacs Hindi total 2.09 cr Telugu- 66 lacs Tamil – 26 lacs Total -92 lacs All india total 3.01 cr
Hindi 3 days total ₹5.42 cr All languages 3 days total = ₹8.07 cr Presented… pic.twitter.com/VHvUlAlErX
— Atul Mohan (@atulmohanhere) June 26, 2023
ત્રણ દિવસમાં ફિલ્મે કરી 5.42 કરોડની કમાણી
‘1920 હોરર્સ ઓફ ધ હાર્ટ’ના બોક્સ ઓફિસ કલેક્શન અંગે અતુલ મોહને ટ્વીટ કર્યું છે કે, ‘1920 હોરર્સ ઓફ ધ હાર્ટ’ માટે પહેલો વીકએન્ડ સારો રહ્યો. હિન્દી ફિલ્મે ત્રણ દિવસમાં 5.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે તમામ ભાષાઓના આંકડાએ 8.07 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે આ ફિલ્મે ઘણી ફિલ્મો કરતા સારો બિઝનેસ કર્યો છે.
અવિકા ગૌરની ફિલ્મ લોકોને પસંદ આવી
‘1920 હોરર્સ ઓફ ધ હાર્ટ’ વિક્રમ ભટ્ટ દ્વારા નિર્મિત છે અને ક્રિષ્ના ભટ્ટ દ્વારા નિર્દેશિત છે. અવિકા ગૌર, બરખા બિષ્ટ અને રાહુલ દેવની હોરર ફિલ્મ 1920 હોરર્સ ઓફ ધ હાર્ટ 23 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં એક છોકરીની સ્ટોરી બતાવવામાં આવી છે જે બદલો લેવા માટે પાછી ફરે છે, પરંતુ પોતે જ અંધકાર ભરી દુનિયાનો શિકાર બની જાય છે. અવિકા ગૌરે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ત્યારે ફિલ્મે લોકોનો રોમાંચ વધાર્યો છે. લાંબા સમય બાદ બોલિવુડમાં કોઈ હોરર સ્ટોરી આવી છે ત્યારે લોકો તેને જોવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ આદિપુરુષના વિવાદ બાદ લોકો તે ફિલ્મ જોવાનુ ટાળી રહ્યા છે અને અન્ય ફિલ્મોમાં રસ દાખવી રહ્યા છે.